Gujarat

હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ

By GS TEAM
20 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા દ્વારા રાજ્યના હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા જવાનોને પોલીસ કર્મચારીઓની જેમ જ પગાર અને અન્ય લાભો આપવાની માંગ કરતી અનેક રિટ અરજીઓ ફગાવી દીધી છે. હાઇકોર્ટે આ સેવાને માનદ ગણી હતી. જેથી તેને સરકારી પગાર ભથ્થા જેવા લાભો આપી ન શકાય તેવી સરકારની દલીલનો સ્વિકાર કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ

IANS image



Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા દ્વારા રાજ્યના હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા જવાનોને પોલીસ કર્મચારીઓની જેમ જ પગાર અને અન્ય લાભો આપવાની માંગ કરતી અનેક રિટ અરજીઓ ફગાવી દીધી છે. હાઇકોર્ટે આ સેવાને માનદ ગણી હતી. જેથી તેને સરકારી પગાર ભથ્થા જેવા લાભો આપી ન શકાય તેવી સરકારની દલીલનો સ્વિકાર કર્યો હતો. 

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ટાંકેલા મહત્વના મુદ્દા

માનદ્ સેવા અંગે સ્પષ્ટતા : જસ્ટિસ મૌલિક જે. શેલતે સ્પષ્ટ કર્યું હતું કે, હોમગાર્ડ જવાનોની સેવા એ 'માનદ્ સેવા' (Honorary Service) છે. તેમની સરખામણી પોલીસ કર્મચારીઓ સાથે થઈ શકે નહીં.

સમાન કામ, સમાન વેતનનો સિદ્ધાંત અંગે કોર્ટે જણાવ્યું કે હોમગાર્ડ અને પોલીસ કર્મચારીઓની ફરજ તેમજ કાર્યોની પ્રકૃતિ સમાન નથી. તેથી, અહીં 'સમાન કામ માટે સમાન પગાર'નો સિદ્ધાંત લાગુ કરી શકાય નહીં.

સ્વૈચ્છિક સંગઠન: 'બોમ્બે હોમગાર્ડઝ એક્ટ-1947' મુજબ, હોમગાર્ડઝ એક સ્વૈચ્છિક સંગઠન છે. તેમની સેવાઓને 'બારમાસી' (Perennial) પ્રકૃતિની ગણી શકાય નહીં.

બોર્ડર વિંગ સાથે સરખામણી: હાઇકોર્ટે જવાનોને બોર્ડર વિંગ હોમગાર્ડઝ જેવા લાભો આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો : ઝિમ્બાબ્વે સહિત 4 ટીમ રમશે સેમિફાઈનલ... T20 વર્લ્ડ કપના સુપર 8 અગાઉ દિગ્ગજની ભવિષ્યવાણી

સરકાર દ્વારા કરવામાં આવેલી દલીલો

રાજ્ય સરકાર તરફથી આ અરજીઓનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારે દલીલ કરી હતી કે પોલીસ કર્મચારીઓની નિમણૂક કાયદેસર અને રેગ્યુલર હોય છે.પોલીસના કામના કલાકો અને ફરજનો પ્રકાર સંપૂર્ણપણે અલગ છે. હોમગાર્ડઝ દળની સ્થાપના કટોકટીના સમયમાં સહાય મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.

કોર્ટે સરકારને પણ ટકોર કરી

જોકે, અરજીઓ ફગાવવાની સાથે હાઇકોર્ટે માનવતાવાદી અભિગમ દાખવીને રાજ્ય સરકારને એક મહત્વનું સૂચન કર્યું છે કે, સરકારે હોમગાર્ડ જવાનોના વર્તમાન પગાર ધોરણ (ભથ્થા) માં સુધારો કરવા અંગે વિચારણા કરવી જોઈએ. તેમની સેવાને અનુરૂપ યોગ્ય વળતર મળી રહે તે જોવું જોઇએ.