Get The App

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દિવસના હંગામી જામીન કર્યા મંજૂર

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દિવસના હંગામી જામીન કર્યા મંજૂર 1 - image


Gujarat High Court on Tathya Patel : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલના ગુજરાત હાઈકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. તથ્યએ તેની માતા બીમાર હોવાથી સારવાર માટે જામીન અરજી કરી હતી. હાઈકોર્ટ આ મામલે તથ્યના હંગામી જામીન મંજૂર કર્યા છે, ત્યારે તથ્યની સાથે ત્રણ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે તેવું જણાવાયું છે.

તથ્યના 7 દિવસના હંગામી જામીન મંજૂર

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં 9 નિર્દોશ લોકોના મોત થયા હતા. સમગ્ર ઘટનામાં ફૂલ સ્પીડમાં જેગુઆર કાર હંકાવી અકસ્માત સર્જનારા અને જેલમાં રહેલો આરોપી તથ્ય પટેલે માતા બીમારી હોવાથી સારવાર માટે જામીન અરજી કરી હતી. 

આ પણ વાંચો: અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ, સતત છઠ્ઠા દિવસે માવઠું થતાં ખેડૂતોની મુશ્કેલી વધી

તથ્યની માતાની આવતીકાલે 12 મેના રોજ કરોડરજ્જુની સર્જરી કરાવવાની હોવાને લઈને હાઈકોર્ટમાં કરેલી અરજી મંજૂર કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે તથ્યના સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા આરોપી તથ્ય પટેલ અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટમાં મુક્તિ માટે અરજી કરી હતી. 


Tags :