ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બીયર પીતા જોવા મળ્યા વરિષ્ઠ વકીલ! અવમાનની કાર્યવાહી શરૂ
Gujarat High Court News: ગુજરાત હાઈકોર્ટે સોમવારે (1 જુલાઈ) વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્ના વિરૂદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે. જેની પાછળનું કારણ એ છે કે, કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વકીલ ભાસ્કર તન્ના કથિત રીતે બીયર પીતા જોવા મળ્યા હતા અને ફોન પર વાત કરતા સામે થયા હતા. કોર્ટે તેને ચોંકાવનારો અને ગંભીર વ્યવહાર ગણાવ્યો છે.
તેવામાં જસ્ટિસ એએસ સુપેહિયા અને આરટી વચ્છાણીની બેન્ચે ભાસ્કર તન્નાના આ વ્યવહારને 'અપમાનજનક' ગણાવ્યો. જસ્ટિસે વકીલને વર્ચ્યુઅલ મોડમાં તેમની સામે રજૂ થવાથી રોક લગાવી દીધી.
હાઈકોર્ટે કહ્યું કે, આ આદેશ ચીફ જસ્ટિસની સામે રાખવામાં આવશે. જો મંજૂરી આપવામાં આવે છે, તો તેને અન્ય બેન્ચની સામે પણ સર્કુલેટ કરાશે.
ચીફ જસ્ટિસને સમગ્ર મામલે જાણ કરાશે
બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, કોર્ટ ઓર્ડરમાં કહેવાયું છે કે, આગામી આદેશ પસાર થાય ત્યાં સુધી અમે ભાસ્કર તન્નાને આ બેન્ચની સામે વર્ચ્યુઅલ મોડમાં હાજર થવા પર રોક લગાવીએ છીએ. રજિસ્ટ્રી ચીફ જસ્ટિસને હાલના આદેશની જાણ કરશે. જો ચીફ જસ્ટિસ મંજૂરી આપશે, તો હાલના આદેશને અન્ય સંબંધિત પીઠોના મુખ્ય ખાનગી સચિવો અને ખાનગી સચિવોને મોકલવામાં આવશે.
આવી કરતૂતોને કોર્ટ અવગણી ન શકે
કોર્ટે ભાસ્કર તન્નાને નોટિસ પાઠવીને નિર્દેશ આપ્યા છે અને કહ્યું કે, તેમના વરિષ્ઠ વકીલ પદ પર પણ ફરીથી વિચાર કરાશે. જેના પર અંતિમ નિર્ણય સુનાવણી બાદ લેવાશે. કોર્ટે કહ્યું કે, આ પ્રકારની અભદ્ર હરકતનું ખુબ મોટું પરિણામ છે. જો કોર્ટની ગરિમાને ઠેસ પહોંચે તેવી હરકતને અવગણવામાં આવે, તો આ કાનૂન માટે વિનાશકારી હશે.
યુવા વકીલોને જાય છે ખોટો સંદેશ
એક વીડિયોમાં ભાસ્કર તન્ના 26 જૂને જસ્ટિસ સંદીપ ભટ્ટની સમક્ષ મગથી બીયર પીતા જોવા મળ્યા હતા. ડિવીઝન બેન્ચે આજે કહ્યું કે, ભાસ્કર તન્નાના કથિત કૃત્યથી બારના યુવા સદસ્યમાં ખોટો સંદેશ જશે, જે વરિષ્ઠ વકીલોના રોલ મોડલ તરીકે દેખાઈ છે.
કોર્ટે કહ્યું કે, ભાસ્કર તન્નાનો આ વ્યવહાર કોર્ટ દ્વારા આપવામાં આવેલા 'વરિષ્ઠ વકીલ'ના પદને અપમાનિત કરે છે. તેવામાં તેમને આપવામાં આવેલા આ પદ પર પુનઃવિચારણા કરવામાં આવશે. એટલા માટે કોર્ટે રજિસ્ટ્રીને વકીલ વિરૂદ્ધ અવમાનનાનો મામલો દાખલ કરવાના આદેશ આપ્યા છે.
વીડિયોને સુરક્ષિત રાખવાના આદેશ
કોર્ટે નિર્દેશ આપ્યા છે કે, આ મામલામાં રિપોર્ટ તૈયાર કરે અને આગામી સુનાવણી પર રજૂ કરવામાં આવે. સાથે જ વકીલના અપમાનજનક વ્યવહારની વીડિયો ક્લિપ પણ સુરક્ષિત રાખવામાં આવે. વકીલ ભાસ્કર તન્નાને નોટિસ પાઠવવામાં આવે અને બે અઠવાડિયા બાદની સુનાવણી માટે સૂચીબદ્ધ કરવામાં આવશે.