Gujarat

24 કલાકમાં ગુજરાતનાં 160 તાલુકામાં મેઘમહેર, ડાંગ-આહવામાં 9.8 ઇંચ વરસાદ

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ ડાંગમાં 9.8 ઇંચ અને વલસાડના કપરાડામાં 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

24 કલાકમાં ગુજરાતનાં 160 તાલુકામાં મેઘમહેર, ડાંગ-આહવામાં 9.8 ઇંચ વરસાદ

Gujarat Monsoon Update : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ ડાંગમાં 9.8 ઇંચ અને વલસાડના કપરાડામાં 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો. 

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઇમાં 7.7 ઇંચ, સુબીરમાં 7.1 ઇંચ, વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ, નવસારીના વાંસદામાં 6.3 ઇંચ, ખેરગામમાં 4.8 ઇંચ, તાપીના ધોલવાણમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. 

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ


દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.