Get The App

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 1 - image


IMD Gujarat Rain Data : રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 168 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 2 - image

કલ્યાણપુરમાં 10.75 ઇંચ વરસાદ

ગત 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 10.75 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી સહિતના પાકો માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે.

24 કલાકના વરસાદના આંકડા

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 3 - image
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 4 - image
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 5 - image
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 6 - image

ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

કલ્યાણપુર ઉપરાંત, દ્વારકામાં 6.02 ઇંચ, પોરબંદરમાં 3.94 ઇંચ, રાણાવાવમાં 2.24 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 3.74 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3.35 ઇંચ, ઉનામાં 2.91 ઇંચ, વેરાવળમાં 2.28 ઇંચ, અને ગીર ગઢડામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 41 જેટલા તાલુકામાં 1થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે.


Tags :