Jamnagar

જામનગર શહેરમાંથી સ્કૂટર પર અંગ્રેજી દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ઝડપાયા

By GS TEAM
26 Jun 20261 min read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે પાર્ક કોલોની ગાર્ડન પાસેથી 2 દારૂના ધંધાર્થીઓને ઝડપી પાડ્યા છે. 25 જૂન 2026ના રોજ રાત્રે દરોડો પાડી ધાર્મિક સરવૈયા અને પૃથ્વી વારાને ભારતીય બનાવટના વિદેશી દારૂની 4 બોટલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. 31,200નો મુદ્દામાલ કબજે કરી, બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાંથી સ્કૂટર પર અંગ્રેજી દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ઝડપાયા

Jamnagar Liquor Smuglling : જામનગર શહેરના પાર્ક કોલોની ગાર્ડન નજીક પોલીસે દરોડો પાડી અંગ્રેજી દારૂની હેરફેર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, તા. 25 જૂન 2026ના રોજ રાત્રે પાર્ક કોલોની ગાર્ડન પાસે જાહેરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી ધાર્મિક હર્ષદભાઈ સરવૈયા અને પૃથ્વી જેન્તીભાઈ વારાને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 4 નંગ અંગ્રેજી દારૂની બાટલી તેમજ એક સુઝુકી એક્સેસ સ્કૂટર મળી કુલ રૂ.31,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને સામે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.