ગુજરાતમાં વધુ 1153ને સંક્રમણ, જુલાઇમાં જ 28 હજારથી વધુ કેસ
- ગુજરાતમાં કુલ કેસના 47%થી વધુ માત્ર જુલાઇમાં નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 23ના મૃત્યુ, એક્ટિવ કેસનો આંક 14 હજારને પાર, 81 દર્દી વેન્ટિલેટરમાં
અમદાવાદ, શુક્રવાર
ગુજરાતમાં કોરોના
વાયરસના દૈનિક કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૫૩ નવા
કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.
આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬૧૪૩૮ થયો છે. જેમાં માત્ર જુલાઇ માસમાં
જ ૨૮૭૯૫ કેસ નોંધાયા છે. આમ, ગુજરાતમાં નોંધાયેલા કુલ પૈકીના ૪૭%થી કેસ માત્ર જુલાઇમાં
જ નોંધાયેલા છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસનો આંક ૧૪ હજારને પાર થઇને ૧૪૦૯૦ થયો છે,
જેમાંથી ૮૧ દર્દી વેન્ટિલેટર પર છે.
જુલાઇ માસમાં
અમદાવાદ કરતાં સુરતમાં કેસ અને મૃત્યુ વધુ નોંધાયા હતા. અમદાવાદમાં ૫૬૦૪ કેસ-૧૫૬ મૃત્યુ,
સુરતમાં ૮૨૪૦ કેસ-૨૫૩ના મૃત્યુ થયા હતા. ગુજરાતમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ જિલ્લામાં
કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં ૨૧૯-ગ્રામ્યમાં ૬૫ એમ કુલ ૨૮૪ નવા
કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૩૦૬૯ થયો છે. સુરતમાં
જૂન માસના અંત સુધી કોરોનાના કુલ કેસ ૪૮૨૯ હતા. આમ, જુલાઇ માસમાં સુરતમાં કોરોનાના
કેસમાં ૩ ગણો વધારો થયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૧૪૦-ગ્રામ્યમાં ૩૬ એમ કુલ ૧૭૬
સાથે કોરોનાના કુલ કેસ હવે ૨૬૫૧૭ થયો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરા શહેરમાં
૮૦-ગ્રામ્યમાં ૧૪ એમ કુલ ૯૪, રાજકોટ શહેરમાં ૪૮-ગ્રામ્યમાં ૩૧ એમ કુલ ૭૯, ભાવનગર શહેરમાં
૨૪-ગ્રામ્યમાં ૨૩ એમ કુલ ૪૭, જામનગર શહેરમાં ૩૩-ગ્રામ્યમાં ૯ એમ કુલ ૪૨, ગાંધીનગર શહેરમાં
૧૫-ગ્રામ્યમાં ૨૫ એમ કુલ ૪૦, જુનાગઢ શહેરમાં ૧૩-ગ્રામ્યમાં ૭ એમ કુલ ૨૦ નવા કેસ નોંધાયા
હતા. આ સિવાય મહેસાણામાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૩૬, મોરબીમાં ૨૯, અમરેલી-વલસાડમાં ૨૬,
ભરૃચ-પંચમહાલમાં ૨૧, કચ્છમાં ૨૦ નવા કેસ સામે આવ્યા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં
સુરતમાંથી ૧૧, અમદાવાદમાંથી ૪, રાજકોટ-વડોદરામાંથી ૨-૨, જુનાગઢ-ખેડા-મહેસાણા-વડોદરામાંથી
૧-૧ વ્યક્તિના મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૫૯૭, સુરતમાં
૪૧૧, વડોદરામાં ૭૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૩ દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. જેની સાથે
જ ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે ૪૪૯૦૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં
સુરતમાંથી ૧૮૯, અમદાવાદમાંથી ૧૧૨, વડોદરામાંથી ૮૫, ભાવનગરમાંથી ૪૫, રાજકોટમાંથી ૧૫
દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં
વધુ ૨૬૭૦૪ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૭,૬૪,૭૭૭ થયો છે. ગુજરાતમાં જૂન માસ સુધી ૩.૭૩
લાખ ટેસ્ટ થયા હતા.
ગુજરાતમાં કયા
મહિનામાં કોરોનાના કેટલા કેસ- કેટલા મૃત્યુ?
મહિનો કેસ મૃત્યુ
માર્ચ ૭૪ ૦૬
એપ્રિલ ૪૩૨૧ ૨૦૮
મે ૧૨૩૯૯ ૮૨૪
જૂન ૧૫૮૪૯ ૮૧૦
જુલાઇ ૨૮૭૯૫ ૫૯૩
કુલ ૬૧૪૩૮ ૨૪૪૧