ફિક્સ પે ધરાવતા સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, દૈનિક ભથ્થામાં વધારાની જાહેરાત
Gujarat Govt Increases Daily Allowance: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના દૈનિક ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. કામના કલાક સિવાય મુસાફરી ભથ્થા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કામના કલાકો આધારે લેવાયો નિર્ણય
રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના કામના કલાકો પ્રમાણે દૈનિક ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે અનુસાર, 12 કલાકથી ઓછા કામના કલાકનું ભથ્થું વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે.
આ સિવાય 12 કલાકથી વધુ કામના કલાકો માટે ભથ્થું વધારીને 400 રૂપિયા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભથ્થું પણ આપશે.