Gujarat

જામનગર મહાનગરપાલિકાને વિકાસકામો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.85 કરોડ ફાળવાયા

By GS TEAM
18 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરના મેયર-ડેપ્યુટી મેયર-કમિશનર સહિતના અન્ય પદાધિકારીઓ ગાંધીનગરમાં હાજર રહ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકાને વિકાસકામો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.85 કરોડ ફાળવાયા

Jamnagar : જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલીકાને ગઈકાલે બુધવારે ફક્ત રૂા. 85 કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. જેમાં મેયર-કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

જામનગર સહિત આઠેય મહાનગરપાલિકાના વિકાસના કામો ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બુધવારે બપોરે 3 વાગ્યે ઓડા ઓડીટોરીયમ હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂા.2,800 કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને રાજયમંત્રી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં જામનગર મહાપાલીકાને સરકાર દ્વારા રૂ.85 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા તરફથી આ કાર્યક્રમમાં જામનગરથી મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તેમજ મહાનગરપાલિકાના કમિશનર હાજર રહ્યા હતા.