app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

રક્ષાબંધનના દિવસે રાજ્ય સરકારે રજા કરી જાહેર, તમામ સરકારી કચેરીઓ રહેશે બંધ, પરિપત્ર જાહેર

આ વર્ષે રક્ષાબંધન બે દિવસ ઉજવવામાં આવશે

જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રાવિષ્ટી ને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

Updated: Aug 26th, 2023


ગુજરાતમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનાના દિવસે રાજ્ય સરકારે રજા જાહેર કરતા હવે રક્ષાબંધનના દિવસે તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે, આ બાબતનો ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. 


આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે

શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા માટે રાખડી બાંધે છે. આ વર્ષે રક્ષાબંધન બે દિવસ ઉજવવામાં આવશે, ત્યારે હવે રાજ્ય સરકારે રક્ષાબંધનના પવિત્ર દિવસે રજા જાહેર કરી છે જેના પગલે હવે 30મી ઓગસ્ટે તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

રક્ષાબંધનમાં ભદ્રાકાળ ક્યારે છે?

જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રાવિષ્ટી ને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રા હોવાથી બહેનો રાખડી બાંધી શકતી નથી. તિથિના પૂર્વાર્ધનો દિવસ ભદ્રા કહેવાય છે. તિથિના ઉત્તરાર્ધની ભદ્રાને રાત્રિની ભદ્રા કહેવામાં આવે છે. જો દિવસની ભદ્રા રાત્રે આવે અને રાત્રિની ભદ્રા દિવસે આવે તો ભદ્રા શુભ માનવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન ભદ્રકાળ આ મુજબ છે.  સાંજે 5:30 - સાંજે 6:31 રક્ષાબંધન ભદ્રા મુખા.  સાંજે 6:31 - સાંજે 8:11. રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય - રાત્રે 9:01 રાખડી બાંધવા માટે પ્રદોષ કાલ મુહૂર્ત - રાત્રે 9:01 (30 ઓગસ્ટ 2023) એટલે કે માત્ર 4 મિનિટનો સમયગાળો.

ભદ્રકાળમાં શા માટે રાખડી બાંધવામાં આવતી નથી?

ભદ્રા વિષ્ટિ અંગે પૌરાણિક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે, શૂર્પણખાએ ભદ્રાવિષ્ટિ કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી. આનું પરિણામ એ આવ્યું કે રાવણના સમગ્ર કુળનો નાશ થયો. તેથી એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. એવી પણ માન્યતા છે કે ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે.

ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવામાં આવતી નથી

ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે. 

Gujarat