Gujarat

'ડિજિટલ ગુજરાત' ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર

By GS TEAM
3 Apr 20262 mins read
TukuTouch Logo
એક બાજુ, ડિજિટલ ગુજરાતના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોની ઍપ્લિકેશન જ અપડેટેડ નથી. અંદાજ સમિતિના અહેવાલમાં સરકારની પોલ સામે આવી છે. ખુદ સમિતિએ પણ સરકારને ભલામણ કરવી પડી છે કે, રાજ્યની જનતા જ્યારે સરકારી ઍપ્લિકેશનનો સૌથી વધુ ઉપયોગ કરી રહી છે તો ઍપ્લિકેશનનું આધુનિકીકરણ કરવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

'ડિજિટલ ગુજરાત' ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર

Gujarat Govt Apps Not Updated: એક બાજુ, ડિજિટલ ગુજરાતના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોની ઍપ્લિકેશન જ અપડેટેડ નથી. અંદાજ સમિતિના અહેવાલમાં સરકારની પોલ સામે આવી છે. ખુદ સમિતિએ પણ સરકારને ભલામણ કરવી પડી છે કે, રાજ્યની જનતા જ્યારે સરકારી ઍપ્લિકેશનનો સૌથી વધુ ઉપયોગ કરી રહી છે તો ઍપ્લિકેશનનું આધુનિકીકરણ કરવું જોઈએ.

ગુજરાત વહીવટી સુધારણા પંચે પણ ધ્યાન દોર્યું

ઇન્ટરનેટનો વ્યાપ અને ઉપયોગ વધી રહ્યો છે. સાથે સાથે ગુજરાત સરકારે પણ ડિજિટલાઇઝેશન પર વધુ ભાર મૂક્યો છે. જુદા જુદા સરકારી વિભાગોની વેબસાઇટ, ઍપ્લિકેશન થકી લોકોને આંગળીના વેઢે સુવિધા મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે પણ હવે વિજ્ઞાન પ્રોદ્યોગિકી વિભાગની નિષ્કાળજી ધ્યાને આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ભાજપના 40થી વધુ કોર્પોરેટર્સની ટિકિટ કપાવાની વકી

આજે લોકો વિવિધ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એવું બહાર આવ્યું છે કે, ઘણાં સરકારી વિભાગોની ઍપ્લિકેશન જૂની થઈ ગઈ છે તેને અપડેટ ડેડ જ કરાઈ નથી. ખાસ કરીને મહેસૂલ અને અન્ન પુરવઠા વિભાગની ઍપ્લિકેશનનો લોકો વધુ ઉપયોગ કરી રહ્યા છે પણ તેના પણ ઠેકાણા નથી. ખુદ વહીવટી સુધારણા પંચે ભલામણ કરવી પડી હતી કે, દરેક વિભાગોની ઍપ્લિકેશનને આધુનિકતાનો ઓપ આપવો જોઈએ જેથી લોકોને વિભાગની જાણકારી મળી શકે સાથે સાથે તેમના પ્રશ્ન હલ થઈ શકે. ડિજિટલ ગુજરાતના નામે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય સરકારી વિભાગોની ઍપ્લિકેશનને લઈને સવાલો ઉઠ્યા છે.