Get The App

ગુજરાત સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ નહીં કરે, જાણો ત્રણ મુખ્ય કારણ

Updated: Mar 31st, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ નહીં કરે, જાણો ત્રણ મુખ્ય કારણ 1 - image


Gandhinagar News : ગુજરાતમાં નવી જંત્રીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ નહીં કરે તેમ જણાવ્યું છે. જંત્રીના દરને લઈને 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજ્ય સરકારે હાલ નવી જંત્રીનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. નવી જંત્રી લાગુ ન કરવા પાછળ મુખ્યત્ત્વે ત્રણ કારણો સામે આવ્યા છે. 

જંત્રી લાગુ ન કરવાનો નિર્ણય 

મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ ન કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે યોગ્ય સમયે નવી જંત્રીના દર લાગુ કરાશે. જો કે, મુખ્યત્ત્વે ત્રણ કારણોસર જંત્રીના નવા દર લાગુ ન કરાયાં હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય

જેમાં જિલ્લા પ્રમાણેના અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડરો લોબીમાં નારાજગીને કારણે નવા દર લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2024માં રાજ્ય સરકાર જંત્રીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. 

જંત્રી એટલે શું?

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા લેન્ડ વેલ્યૂ સર્ટિફિકેટને જંત્રી કહેવામાં આવે છે. જેમાં રાજ્યભરમાં જમીન અને સ્થાવર મિલકતના ભાવો નક્કી કરવામાં આવે છે. જંત્રીમાં જમીનના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત લઘુતમ ભાવ હોય છે. જેમાં જંત્રી કરતાં વેચાણ દસ્તાવેજ વધુ હોય ત્યારે જ સરકારી ચોપડે જે-તે પ્રોપર્ટીના માલિકના નામે નોંધણી થશે. જંત્રીમાં જમીન કે મિલકતનો દસ્તાવેજ કરતી વખતે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ કેટલો ચૂકવવવાનો તે નક્કી કરવામાં મદદ મળે છે. 

Tags :