ગુજરાત સરકારની બુદ્ધિનું પ્રદર્શન, ગંભીરા બ્રિજ પર દીવાલ ચણતાં રેસ્ક્યુ ટીમના વાહન ફસાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gambhira Bridge News: વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ તૂટવાની ઘટનામાં 20ના મોત થયા છે, જ્યારે એક યુવાનનો પત્તો હજી પણ નથી. આ દરમિયાન રવિવારે ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના આવતા વડોદરા સર્કલના અધિક્ષક ઇજનેરે ગંભીરા બ્રિજ ઉપર તાત્કાલિક દીવાલ બનાવવાની સૂચના આપી દીધી હતી. જેના પગલે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને દીવાલ બનાવવા માટે રાતોરાત વ્યવસ્થા ઊભી કરી હતી.
આ પણ વાંચો: 20 લોકોના મોત બાદ સરકારને ડહાપણ સુઝ્યું, હવે 212 કરોડ રૂ.ના ખર્ચે નવો ગંભીરા બ્રિજ બનશે
મહત્ત્વની વાત એ છે કે રાત્રે દીવાલ તો બનાવી દીધી પરંતુ રાહત અને બચાવ કામગીરી માટે બ્રિજની અંદર કેટલાક વાહનો હતા તે અંદર જ રહી ગયા નીચેના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓને જ ખુશ કરવા માટે કામગીરી કરતા હવે પસ્તાવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સરકારી ખર્ચ પણ માથે પડે તેમ લાગી રહ્યું છે. સરકારે એવો બચાવ કર્યો છે કે બીજા રાજ્યમાંથી આવતાં વાહનો જીપીએસ સિસ્ટમથી ચાલતાં હોવાથી આ માર્ગે ના આવી જાય તે માટે દીવાલ બનાવી છે.
તો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે મુજપુર ચાર રસ્તા પાસે અનેક બોર્ડ સાવચેતીના મૂકવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ પોલીસ ચોકી પણ ત્યાં ઊભી કરાઈ છે જેથી કોઈ ખાનગી વાહનો અંદર ના જઈ શકે આટલી વ્યવસ્થા શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગે છે.








