સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (AI IMAGE) |
Gujarat Ranks 2nd in SHe-Box Complaints: ગુજરાતની સરકારી કચેરીઓમાં છેલ્લા દોઢ વર્ષમાં જાતીય સતામણીની કુલ સાત ફરિયાદો નોંધાઈ છે. જો કે, આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી માત્ર એક જ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીની છ ફરિયાદોમાં હજુ સુધી કોઈ આખરી નિર્ણય કે ચુકાદો આવ્યો નથી.
'શી' બોક્સ પોર્ટલ પર ફરિયાદોનો આંકડો
સરકારી કચેરીઓ અથવા સરકાર સાથે સંકળાયેલી એજન્સીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં જાતીય સતામણીની કેટલી ફરિયાદો નોંધાઈ છે, તેવા એક પ્રશ્નના ઉત્તરમાં આ વિગતો સામે આવી છે. જાતીય સતામણીની ફરિયાદ માટેના 'શી'(SHe) બોક્સ પોર્ટલ પર 29 ઓગસ્ટ, 2024થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ 7 ફરિયાદો મળી છે. આ સમયગાળામાં સૌથી વધુ ફરિયાદો ધરાવતા રાજ્યોમાં 10 ફરિયાદો સાથે કર્ણાટક મોખરે છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાન 7 ફરિયાદો સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર 6 ફરિયાદો સાથે ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો: નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, મૂક્યા ગંભીર આરોપ
સમગ્ર દેશની સરકારી કચેરીઓમાં આ સમયગાળામાં જાતીય સતામણીની કુલ 79 ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી 23નો નિકાલ થયો છે જ્યારે 56 ફરિયાદ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.








