ગુજરાત સરકારે નર્મદાની નહેરોમાં વહેલું પાણી છોડવાનો લીધો નિર્ણય, ખરીફ પાકની તૈયારી કરતાં ખેડૂતોને 11 જૂનથી લાભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada Canal Water Release: ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, આગામી ગુરૂવાર, 11 જૂન 2026થી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. સામાન્ય આયોજન કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયને કારણે ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળશે.
બેઠક બાદ વહેલું પાણી છોડવા લેવાયો નિર્ણય
નર્મદા કમાન્ડ વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો દ્વારા ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વહેલું પાણી છોડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ આ સકારાત્મક નિર્ણય લેવાયો હતો.
સરકાર દ્વારા યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નહેરો દ્વારા પાણીના આયોજનબદ્ધ વિતરણ અંગે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહે તે માટે તંત્રને સંપૂર્ણ રીતે સજ્જ રહેવા જણાવાયું છે. પાણીનો યોગ્ય જથ્થો ઉપલબ્ધ હોવાથી આ વખતે નહેરોમાં વહેલું પાણી છોડવું શક્ય બન્યું છે.









