Get The App

ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો 1 - image


CAG Report : ભારત સરકારના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા ગુજરાતની 31મી માર્ચ 2024 સુધીની નાાણાકીય પરિસ્થિતિ પરનો ઓડિટ રિપોર્ટ જાહેર કરાયો હતો. જે મુજબ 2019-20થી 2023-24 સુધીના પાંચ વર્ષમાં ગુજરાતને ભારત સરકાર તરફથી કુલ 55410 કરોડ રૂપિયાની લોન મળી છે. ગુજરાત સરકારનું દેવુ પાંચ વર્ષમાં વધીને 3.25 લાખ કરોડથી વધુ થયુ છે.

 2020માં દેવું 2.59 લાખ કરોડથી વધી પાંચ વર્ષમાં 3.35 લાખ કરોડ

કેગના રિપોર્ટ મુજબ ગુજરાત સરકારનું આંતરિક રૂણ 259663 કરોડ હતુ.જે 2023-24માં વધીને 335209 કરોડ થયો છે.જ્યારે ભારત સરકાર તરફથી લીધેલી કે મળેલી લોન પણ પાંચ વર્ષમાં અઢી ગણી થઈ ગઈ છે. 2019-20માં ભારત સરકારથી લોન 7433 કરોડ હતી.જે વધીને 2023-24માં 17510 કરોડ થઈ છે.  જ્યારે જાહેર હિસાબની જવાબદારી 2019-20માં 48360 કરોડ હતી જે 2023-24માં વધીને 61926 કરોડ થઈ છે. 

આમ કુલ બાકી જવાબદારી જે 2019-20માં 315456 કરોડ હતી તે 2023-24માં વધીને 414645 થઈ છે.કેગના રિપોર્ટના તારણો મુજબ 2023-24 દરમિયાન અસરકારક બાકી જવાબદારીઓ આંતરિક રૂણમાં 3.06 ટકા, ભારત સરકાર તરફથી લોન 32.69 ટકા અને જાહેર હિસાબની જવાબદારીઓ 19.90 ટકા જેટલા થયેલા વધારાના કારણે અગાઉના વર્ષ કરતા 6.29 ટકા જેટલી વધી હતી.  

Tags :