ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

33 GAS officers Promotion: રાજ્યના મહેસૂલ વિભાગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 સિનિયર અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
પગાર ધોરણમાં મોટો ઉછાળો
નોટિફિકેશન મુજબ, આ અધિકારીઓને અત્યાર સુધી મળી રહેલા 'સિનિયર સ્કેલ'(પે-મેટ્રિક્સ લેવલ-12, ₹78,800 - 2,09,200)માંથી પ્રમોશન આપીને 'સિલેક્શન સ્કેલ'(પે-મેટ્રિક્સ લેવલ-13)માં મૂકવામાં આવ્યા છે. હવે આ અધિકારીઓનો નવો પગાર સ્કેલ ₹1,23,100થી ₹2,15,900 રહેશે.
જૂની જગ્યાએ જ રહેશે કાર્યરત
મહત્ત્વની વાત એ છે કે, સરકારે આ અધિકારીઓને પ્રમોશન આપવાની સાથે હાલમાં તેઓ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, તે જ પોસ્ટ પર તેમને રિ-અપોઇન્ટ (પુનઃ નિયુક્ત) કર્યા છે. એટલે કે, હાલના તબક્કે તેમની બદલી કરવામાં આવી નથી, તેઓ વર્તમાન હોદ્દા પર રહીને જ પ્રમોશનનો લાભ મેળવશે.
પ્રમોશન મેળવનાર અધિકારીઓ
આ યાદીમાં નિવાસી અધિક કલેક્ટર (RAC), DRDAના નિયામકો અને મંત્રીઓના અંગત સચિવો(PS)નો સમાવેશ થાય છે. જુઓ સંપૂર્ણ યાદી...










