Get The App

દિવાળીને લઇને સરકારે જાહેરનામું બહાર પાડ્યું, અહીં ફટાકડા ફોડ્યા તો…

Updated: Oct 29th, 2021

GS TEAM


Google News
Google News
દિવાળીને લઇને સરકારે જાહેરનામું બહાર પાડ્યું, અહીં ફટાકડા ફોડ્યા તો… 1 - image


ગાંધીનગર, તા. 29 ઓક્ટોબર 2021, શુક્રવાર

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હળવી થતાં ગુજરાતીઓ દિવાળી ઉજવવા થનગનાટ કરી રહ્યાં છે. ત્યારે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર રાજ્ય સરકારે સમય મર્યાદા રાખી છે.

તહેવારને લઈ ગૃહ વિભાગે ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં રાજ્યમાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત રાજ્યમાં રાત્રે 8થી 10માં જ ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષના દિવસે રાત્રે 11.55થી સવારે 12.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે. સાથે જ રાજ્યમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેમજ જાહેરમાં ફટાકડા પર પ્રતિબંધ મુક્યો છે. 

ગ્રીન માન્યતા પ્રાપ્ત ફટાકડા, જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપી છે. જ્યારે વિદેશથી આયાત કરવામાં આવેલા ફટાકડાના વેચાણ પ્રતિબંધ મુક્યો છે.  ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. 

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ વચ્ચે દિવાળી તહેવારના આડે ગણતરીના દિવસે બાકી છે ત્યારે ગુરૂવારના રોજ રાજ્ય સરકારે તહેવારને લઇને કર્ફ્યુમાં ઢીલ આપી હતી. 

Tags :