ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Government: રાજ્ય સરકાર દ્વારા સચિવાલયના વહીવટી સ્તરે અને જિલ્લા પ્રશાસનમાં ખૂબ જ મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટાપાયે બદલી અને બઢતી (પ્રમોશન)ના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે. 27મી મે, 2026ના રોજ મોડી રાતે જાહેર કરવામાં આવ્યા હતા.
ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી-બઢતી
રાજ્યના મહેસૂલ અને વહીવટી વિભાગને વધુ વેગવંતો બનાવવા માટે ફિલ્ડમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યભરમાં જુદા-જુદા વિસ્તારોમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી (DSO) અને મામલતદાર કક્ષાના 27 અધિકારીઓને બદલી પર અન્ય સ્થળે મૂકવામાં આવ્યા છે. જ્યારે વહીવટી વિભાગના 9 અધિકારીઓને પ્રમોશન આપીને નવી મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.


સચિવાલય કેડરમાં મોટો ફેરફાર
જિલ્લા કક્ષાની સાથે-સાથે ગાંધીનગર સચિવાલય કેડરના આંતરિક વહીવટી માળખામાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સચિવાલયના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા 36 સેક્શન અધિકારીઓની આંતરિક બદલીના આદેશ કરાયા છે.


સચિવાલયના વહીવટને વધુ મજબૂત કરવા માટે 81 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી (SO) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અને આ તમામ પ્રમોટેડ અધિકારીઓને જુદા-જુદા વિભાગોમાં નવી નિમણૂકો સોંપી દેવામાં આવી છે.












