Get The App

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ચાર હજાર જૂના શિક્ષકોની ભરતી જાહેર

Updated: Aug 31st, 2024

GS TEAM

Google News
Google News
Teachers Recruitment


Gujarat Teachers Recruitment : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે. જેમાં. રાજ્ય શિક્ષણ વિભાગે 4000 જૂના શિક્ષકોની ભરતી બહાર પાડી છે. જેમાં 2000 માધ્યમિક અને 20 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટે આગામી 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : સપ્ટેમ્બરમાં આફત બનીને વરસશે મેઘરાજા: ગુજરાત સહિત સાત રાજ્યોમાં ઍલર્ટ

4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી 

શિક્ષકોની ભરતીને લઈને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે બિનસરકારી અનુદાનિત 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ સાથે 2000 જેટલા શિક્ષકોની માધ્યમિકમાં ભરતી કરવાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 

આગામી મહિનામાં ભરતીના ફોર્મ ભરાશે

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડવામાં આવેલી શિક્ષકોની ભરતી માટે આગામી મહિનાની 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ચાર હજાર જૂના શિક્ષકોની ભરતી જાહેર 2 - image

Tags :