ગોધરાકાંડ બાદના રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવ્યો, 6 લોકોને છોડ્યા નિર્દોષ
Vadod Riot Case : સુપ્રીમ કોર્ટે ગુજરાતના વડોદ ગામમાં થયેલા રમખાણોના કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવી છ લોકોને નિર્દોષ છોડી મુક્યા છે. ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને મનોજ મિશ્રાની ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘રમખાણોના કિસ્સામાં અદાલતોએ સુનિશ્ચિત કરવાની ફરજ છે કે, કોઈ પણ પ્રત્યક્ષદર્શીને દોષિત ઠેરવવામાં ન આવે અને તેની સ્વતંત્રતા છીનવાઈ ન જાય.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ભલે તે ખૂબ જ મુશ્કેલ હોય.’
ટ્રાયલ કોર્ટના આદેશને પલટી નાખનાર ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમે ફગાવ્યો
ખંડપીઠે કહ્યું કે, ‘રમખાણોના કેસોમાં અદાલતોએ તેવા સાક્ષીઓની જુબાની પર આધાર રાખવા માટે અત્યંત સાવચેત રહેવું જોઈએ, જેમણે આરોપીઓ અથવા તેમની ભૂમિકાઓનો ચોક્કસ સંદર્ભ આપ્યા વિના સામાન્ય નિવેદનો આપ્યા હતા.’ વાસ્તવમાં વડોદ ગામમાં થયેલા રમખાણોના કેસમાં ટ્રાયલ કોર્ટ છ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને 12 લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. ત્યારબાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને પલટી નાખ્યો હતો. અને હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો છે.
‘ગુના વખતે ઘટના જોવા આવતા લોકો માત્ર દર્શન હોઈ છે’
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘ઘણી વખત, જ્યારે જાહેરમાં કોઈ ગુનો બને છે, ત્યારે લોકો ઘટનાને જોવા માટે ઉત્સુકતાથી ઘરમાંથી બહાર આવે છે અને આવા લોકો માત્ર દર્શક હોય છે. જો કે સાક્ષીઓ માટે આવા લોકો તોફાનીઓનો ભાગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યાં રેકોર્ડ પરના પુરાવા એવું સ્પષ્ટ કરતા હોય કે, મોટી સંખ્યામાં વ્યક્તિઓ હાજર હતા, તેથી તેવા વ્યક્તિઓને જ દોષિત ઠેરવવા સુરક્ષિત હોઈ શકે છે, જેમની સામે સીધા કૃત્યોનો આરોપ મુકાયો છે.’
આ પણ વાંચો : 'મન ફાવે ત્યાં ફરો' યોજના: અઠવાડિયુ ગુજરાતમાં ગમે ત્યાં 1450માં કરો મુસાફરી, જાણો વિગતે
અરજદાર જ્યાં ઘટના બની તે જ ગામનો રહેવાસી, તેથી ત્યાં હોવું સ્વાભાવિક
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘આ કેસમાં અરજી કરનાર અરજદાર તે જ ગામનો રહેવાસી હતો, જ્યાં રમખાણો થયા હતા. આવી સ્થિતિમાં ઘટના સ્થળે તેમનું હોવું સ્વાભાવિક છે અને આ બાબત ગુનાનો પુરાવો નથી. આ ઉપરાંત અરજદાર ઘટનાસ્થળે હથિયારો કે વિનાશક ઉપકરણ લઈને આવ્યા હોય, તેવું ફરિયાદીનું કહેવું નથી. તેથી ઘટનાસ્થળે અરજદારની ઉપસ્થિતિ નિર્દોષ દર્શક તરીકે હોઈ શકે છે.’
2022માં વડોદ ગામમાં રમખાણો થયા હતા
આ કેસમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે, 28 ફેબ્રુઆરી-2022ના રોજ વડોદ ગામમાં રમખાણો થયા હતા, જેના કારણે જાહેર સંપત્તિઓને અને પોલીસ વાહનોને નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરી-2022ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગવાના કારણે 59 લોકોના મોત થયા હતા. ત્યારબાદ રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, શિક્ષક સહાયકની જગ્યામાં કરાયો વધારો