Gujarat

ધ્યાન રાખજો ક્યાંક નકલી GST અધિકારી તોડ ન કરી જાય! મહેસાણામાં દુકાનમાં દરોડા પાડનારા ત્રણ ઠગબાજની ધરપકડ

By GS TEAM
21 Jun 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી GST અધિકારી ઝડપાયા છે. ત્રણ જણા નકલી GST અધિકારી બનીને મહેસાણાના જોટાણામાં આવેલી દુકાનમાં તપાસમાં આવ્યા હતા. જીએસટી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની દુકાનદારને ધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામાલે સાંથલ પોલીસે ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્યાન રાખજો ક્યાંક નકલી GST અધિકારી તોડ ન કરી જાય! મહેસાણામાં દુકાનમાં દરોડા પાડનારા ત્રણ ઠગબાજની ધરપકડ
AI Image

Fake GST Officer Caught In Gujarat : ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી GST અધિકારી ઝડપાયા છે. ત્રણ જણા નકલી  GST અધિકારી બનીને મહેસાણાના જોટાણામાં આવેલી દુકાનમાં તપાસમાં આવ્યા હતા. જીએસટી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની દુકાનદારને ધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામાલે સાંથલ પોલીસે ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતના કામરેજમાં હચમચાવી દેનારી ઘટના: પ્રેમીએ યુવતિને પાંચ માળેથી ધક્કો મારી કરી હત્યા, જાણો મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના જોટાણામાં આવેલી ન્યૂ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાનમાં તપાસ અર્થે આવેલા ત્રણ શખસોએ GST અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી દુકાનદાર ઇલિયાસ મલિકને ધાકધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. દુકાનદારને શંકા જતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે સાંથલ પોલીસે સિદ્ધિ દવે, શર્મિલા પટેલ અને કિરણ પટેલ નામના ત્રણેય નકલી GST અધિકારીઓ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શર્મિલા નામની મહિલા પાસેથી 'મહિલા ચક્રવ્યૂહ' સાપ્તાહિક ન્યૂઝ પેપરનું આઇકાર્ડ મળી આવ્યું હતું.