Electric Supervisor & Wireman Exam Result : ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાને લઈને પણ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા ઓક્ટોબર-નવેમ્બર, 2025માં રાજ્યના જુદા-જુદા કેન્દ્રો લેવામાં આવેલી પરીક્ષાના પાસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઈલેક્ટ્રિક સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષાના પાસ થયેલા ઉમદવારોના રોલ નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. જે વિભાગની સત્તાવાર વેબસાઈટ ceiced.gujarat.gov.in પર મૂકવામાં આવ્યું છે.
તમામ ઉમેદવારો પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી APPLICATION STATUS માં જઈને 1 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકશે.




