Get The App

VIDEO : PM મોદીનો નરોડાથી ચાંદખેડા સુધીનો રોડ શો, એમ્બ્યુલન્સ આવતા કાફલાએ રસ્તો આપ્યો

PM મોદીનો 38 કિમી રથયાત્રાથી પણ લાંબો ભવ્ય રોડ-શો

ઠેર-ઠેર જનમેદની ઉમટી, નરોડાથી ચાંદખેડા સુધી યોજાશે રોડ-શો

Updated: Dec 1st, 2022

GS TEAM


Google News
Google News

અમદાવાદ, તા.01 ડિસેમ્બર-2022, ગુરૂવાર

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો બીજા તબક્કા માટે ઉમેદારો, દિગ્ગજ નેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેઘા રોડ-શો ચાલી રહ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીનો રથયાત્રાથી પણ લાંબો મેગા રોડ-શો યોજાઈ રહ્યો છે. આ રોડ-શો આજે સાંજે 5 વાગે શરૂ થયો હતો.  આ રોડ શો નરોડાથી ચાંદખેડા સુધી યોજાવાનો છે. અમદાવાદની તમામ બેઠક આવરી લેવાય એ રીતે વડાપ્રધાનના રોડ શૉનું આયોજન કરાયું છે. 

વડાપ્રધાનના કાફલાએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો

રોડ-શો દરમિયાન પીએમ મોદીની ફરી માનવતાની ઝલક જોવા મળી હતી. શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર એમ્બ્યુલન્સને રસ્તો આપીને આગળ જવા દીધી હતી. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમના રોડ શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

PM મોદી માટે અનોખી ભેટ

દરમિયાન આ રોડ-શો દરમિયાન PM મોદીને ભેટ આપવા એક અનોખી ચાંદીની મૂર્તી તૈયાર કરાઈ છે. આ મૂર્તિ PM મોદીની બનાવાઈ છે અને તેનું વજન 3800 ગ્રામ છે. 


રોડ-શો 38 કિલોમીટર સુધી યોજાશે

આ રોડ-શો દરમિયાન 35 જેટલા પોઈન્ટ પર સ્વાગત કરવાનું આયોજન કરાયું છે. આ રોડ-શો 38 કિલોમીટર સુધી યોજાશે. દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 38 રેલીઓ અને 3 રોડ-શો કરી ચુક્યા છે. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 14 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.

PM મોદી 2 ડિસેમ્બરે જાહેરસભાને સંબોધશે 

ઉલ્લેખનીય છે કે, PM મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં બીજા તબક્કાની મતદાન પહેલા વડાપ્રધાન મોદી જંગી સભામાં સંબોધન કરશે. આવતીકાલે બીડી ડિસેમ્બરના રોજ મોદી જાહેરસભા સંબોધશે. આવતીકાલે PM મોદીની સરસપુર ખાતે જંગી જાહેસભા યોજાશે, જેના માટે વિક્રમ મિલના કમ્પાઉન્ડમાં ડોમ ઉભા કરાયા છે. આ કાર્યક્રમ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આમ રાજ્યના કુલ મતદારોની વાત કરીએ તો 4 કરોડ 91 લાખ 35 હજાર 400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે છે. બીજા તબક્કામાં 17 હજાર 607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18  હજાર 271 સેવા મતદારોનો સમાવેશ થાય છે.

5મી ડિસેમ્બરે 833 ઉમદવારો માટે મતદાન યોજાશે

ગુજરાત ચૂંટણીની પાંચમી ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાની ચૂંટણીમાં 764 પુરૂષ ઉમેદવારો અને 69 મહિલા ઉમેદવારો મળી કુલ 833 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 

બીજા તબક્કામાં આ જિલ્લાઓમાં મતદાન યોજાશે

વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા, સાવલી, વાઘોડિયા, છોટા ઉદેપુર, જેતપુર પાવી, સંખેડા, ડભોઇ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણ

Tags :