ગુજરાત ચૂંટણી : ભાજપના કયા કદાવર નેતાઓ કપાયા, જાણો 21 નેતાઓનું લિસ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને લઈ ભાજપે આજે 160 ઉમેદવારોની જાહેરાત કરી
પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને 4 દિવસની વાર છે ત્યારે ભાજપે આજે યાદી જાહેર કરી
અમદાવાદ, તા. 10 નવેમ્બર 2022, બુધવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને લઈ ભાજપે આજે 160 ઉમેદવારોની જાહેરાત કરી છે. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે ચાર દિવસની વાર છે ત્યારે ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ભાજપે ગત ચૂંટણીમાં વિજેતા થયેલા કેટલાક દિગ્ગજ નેતાઓને આ વખતે ટિકિટ આપી નથી. ત્યારે આ દિગ્ગજ નેતાઓની બેઠક પરથી કયા ઉમેદવારોને ટીકીટ અપાઈ, તે જાણવું પણ એક રસપ્રદ બાબત છે.
ભાજપની ઉમેદવારોની યાદીમાંથી દિગ્ગજ ઉમેદવારોના સ્થાને આ ઉમેદવારોને ટિકિટ અપાઈ
બેઠક |
કોનું પત્તું કપાયું |
કોને ટિકિટ અપાઈ |
રાજકોટ પશ્ચિમ |
વિજય રૂપાણી |
ડૉ.દર્શિતા પારસ શાહ |
રાજકોટ પૂર્વ |
અરવિંદ રૈયાણી |
ઉદય કાનગડ |
રાજકોટ દક્ષિણ |
ગોવિંદ પટેલ |
રમેશ ટિલાળા |
મહેસાણા |
નીતિન પટેલ |
મુકેશ દ્વારકાપ્રસાદ પટેલ |
ધોળકા |
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા |
કિરીટસિંહ સરદારસિંહ ડાભી |
મોરબી |
બ્રિજેશ મેરજા |
કાંતિ અમૃતિયા |
અંજાર |
વાસણ આહિર |
ત્રિકમ છાંગા |
જામનગર દક્ષિણ |
આર.સી.ફળદુ |
દિવ્યેશ રણછોડભાઈ અકબરી |
જામનગર ઉત્તર |
હકુભા જાડેજા |
રિવાબા જાડેજા |
ગઢડા |
આત્મરામ પરમાર |
શંભુ ટુંડિયા |
બોટાદ |
સૌરભ પટેલ |
ઘનશ્યામ વિરાણી |
નવસારી |
પિયુષ દેસાઈ |
રાકેશ દેસાઈ |
નરોડા |
બલરાજ થાવાણી |
પાયલ કુકરાણી |
નારણપુરા |
કૌશિક પટેલ |
જીતેન્દ્ર પટેલ |
મણિનગર |
સુરેશ પટેલ |
અમૂલ ભટ્ટ |
ડીસા |
શશિકાંત પંડ્યા |
પ્રવિણ માળી |
વઢવાણ |
ધનજી પટેલ |
જીજ્ઞા પંડ્યા |
વાઘોડિયા |
મધુ શ્રીવાસ્તવ |
અશ્વિન પટેલ |
ભુજ |
નિમાબેન આચાર્ય |
કેશવ પટેલ (કેશુભાઈ) |
વેજલપુર |
કિશોર ચૌહાણ |
અમિત ઠાકર |
એલિસબ્રિજ |
રાકેશ શાહ |
અમિત શાહ |