For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Gujarat Election: BJP નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા

Updated: Nov 28th, 2022

Article Content Image

- વ્યાસ અને તેમના પુત્ર સમીરને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીનું સભ્યપદ આપ્યું 

અમદાવાદ, તા. 28 નવેમ્બર 2022, સોમવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે પરંતુ પક્ષપલટો યથાવત છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને 4 વખતના ધારાસભ્ય જયનારાયણ વ્યાસ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. જય નારાયણ વ્યાસે મહિનાની શરૂઆતમાં જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.  તેઓ પોતાના પુત્ર સમીર વ્યાસ સાથે કોંગ્રેસમાં સામેલ થયા છે. જય નારાયણ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામું આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવા માટે તેમની પાસે વિકલ્પ ખુલ્લો છે. વ્યાસ અને તેમના પુત્ર સમીરને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. આ દરમિયાન અશોક ગેહલોત અને કેન્દ્રીય નિરીક્ષક આલોક શર્મા પણ હાજર રહ્યા હતા. 

જય નારાયણ વ્યાસ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેમણે પાર્ટીમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા. જ્યારે કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જય નારાયણ વ્યાસ પણ બંને સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી ભાજપથી નારાજ હતા કારણ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ કાપી હતી. 

ભાજપાઈ નેતા જયનારાયણ વ્યાસ હવે કોંગ્રેસી થયા છે. પાર્ટી અધ્યક્ષે તેમનું વિધિવત સ્વાગત કર્યું છે. જયનારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ તેમનું પાર્ટીમાં વિધિવત રીતે સ્વાગત કર્યું હતું. જોકે 4 નવેમ્બરે જયનારાયણ વ્યાસે જ્યારથી ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારથી અટકળો ચાલી રહી હતી કે, તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે.

Gujarat