ભાજપમાં ઉલ્ટી ગંગા : ચૂંટણી ન લડવા માટે જુઓ કેટલા સિનિયર નેતાઓએ ધડાધડ કરી જાહેરાત
પ્રદિપસિંહ જાડેજાએ પત્ર લખી ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી
પૂર્વ CMની સરકારના સમયના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા પણ ચૂંટણી નહીં લડે
અમદાવાદ, તા. 9 નવેમ્બર 2022, બુધવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહ્યી છે ત્યારે ઉમેદવારોના નામો પર ચર્ચા કરવા હાલ દિલ્હીમાં ભાજપની ચર્ચા-વિચારણા ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સરકારના સમયના મંત્રી અને ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી નહીં લડે. દિલ્હીથી યાદી જાહેર થાય તે પહેલા ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે. અગાઉ વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
#GujaratElections2022 | I will not fight Assembly elections & have expressed it to senior leader of party. I've decided other workers should get opportunity. I've fought the elections 9 times till now. I express my gratitude to the party: Senior BJP MLA Bhupendrasinh Chudasama pic.twitter.com/FlUAUdmy3A
— ANI (@ANI) November 9, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના આંગણે આવીને ઊભી છે ત્યારે સામાન્ય રીતે ઉમેદવારો ચૂંટણી લડવાની જાહેરાતો કરતા હોય છે. પરંતુ ભાજપમાં તો ઉલ્ટી ગંગા ચાલી રહી છે કારણ કે આજે મોડી રાત્રે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થવાની વકી છે ત્યારે અહીં સિનિયર નેતાઓએ ધડાધડ ચૂંટણી નહીં લડવાની જાહેરાતો કરી છે.
આવામાં સવાલ એ થાય છે કે મોડી સાંજે જ તમામ સિનિયર નેતાઓ કેમ એક પછી એક ચૂંટણી નહીં લડવાની સ્વૈચ્છિક તૈયારી બતાવી રહ્યાં છે. ચર્ચા એવી થઈ રહી છે કે આ નેતાઓની ટિકિટ પહેલેથી જ ઉંમર કે પર્ફોર્મન્સને આધારે કાપી દેવામાં આવી છે. જેથી સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા જ તેમને સ્વૈચ્છિક જાહેરાત કરી દેવાની સૂચના આપી હોઈ શકે. અત્યાર સુધી જુઓ કેટલા નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
- વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી)
- નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી)
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણમંત્રી)
- પ્રદીપસિંહ જાડેજા (પૂર્વ કાયદામંત્રી)
ચૂંટણીમાં આ મોટા માથાઓના નામો પણ કપાવાની શક્યતા
- વલ્લભાઈ કાકડીયા
- નીમાબેન આચાર્ય
- વાસણ આહીર
- યોગેશ પટેલ
- રાજેન્દ્ર ત્રિવેદી
- કુમાર કનાણી
- કાંતિ બલર
- પૂર્ણેશ મોદી
- ઝંખના પટેલ
- પંકજ દેસાઈ
- પ્રદીપ પરમાર
- આઈ.કે.જાડેજા
- સૌરભ પટેલ
- કૌશિક પટેલ
- વિભારી દવે
- રાઘવજી પટેલ
- શંભુજી ઠાકોર
- બલરામ થવાણી
- અરવિંદ રૈયાણી
- ગોવિંદ પટેલ
- બાવકુ ઊંધાડ
- કેવલ જોશીયારા
- આત્મારામ પરમાર
- રમણ પાટકર
- ઈશ્વર પરમાર
ભાજપે ગુજરાત માટે ઉમેદવારોના નામની પેનલ બનાવી છે. ભાજપ દ્વારા 100 બેઠકો પર 3-3 ઉમેદવારોના નામની પેનલ બનાવી છે. તો સૂત્રો અનુસાર ભાજપ 20થી 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપશે. તો સૂત્રો મુજબ ભાજપ એક ડઝનથી વધુ મહિલાઓને ટિકિટ આપશે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં રહેલા 8 ધારાસભ્યો ટિકિટ કપાઈ શકે છે. આ ચૂંટણીમાં ભાજપના અનેક મોટા માથાઓની ટિકિટ કપાઈ શકે છે. સૂત્રો અનુસાર ભાજપ કેટલાક પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપી નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. તો આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે, જેમાં ઉમેદવારોને લઈને ચર્ચા થશે. સૂત્રો અનુસાર આવતીકાલ 10 નવેમ્બરે બપોર સુધીમાં ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી સંભાવના છે.