અમદાવાદ શહેરમાં માત્ર 3 ઉમેદવારો જ રીપીટ, 13 નવા ઉમેદવાર
અમદાવાદ, તા. 10 નવેમ્બર 2022, ગુરૂવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બુધવારે રાત્રે પીએમ મોદીની હાજરીમાં બીજેપીની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાને લઈને ચાર કલાક સુધી મનોમંથન ચાલ્યું હતું. આ દરમિયાન ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. આ વખતે બીજેપીએ ઉમેદવારોને રાત્રે જ ફોન કરીને ફોર્મ ભરવા માટે તૈયાર રહેવાની જાણ કરી દીધી હતી.
ત્યારે અમદાવાદ શહેરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને નવા 13 ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે અને માત્ર 3 જ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.
બેઠકનું નામ |
2017ના ઉમેદવારો |
2022ના ઉમેદવારો |
ઘાટલોડિયા |
ભૂપેન્દ્ર પટેલ |
ભૂપેન્દ્ર પટેલ |
એલિસબ્રિજ |
રાકેશ શાહ |
અમિત શાહ |
નારણપુરા |
કૌશિક પટેલ |
જીતેન્દ્ર પટેલ |
નિકોલ |
જગદીશ પંચાલ |
જગદીશ વિશ્વકર્મા |
નરોડા |
બલરામ થાવાણી |
ડૉ. પાયલ કુકરાણી |
બાપુનગર |
જગરૂપસિંહ રાજપૂત |
દિનેશ કુશવા |
અમરાઈવાડી |
હસમુખ પટેલ |
ડો. હસમુખ પટેલ |
મણીનગર |
સુરેશ પટેલ |
અમૂલ ભટ્ટ |
દાણી લીમડા |
ગિરીશ પરમાર |
નરેશ વ્યાસ |
સાબરમતી |
અરવિંદ પટેલ |
ડો. હર્ષદ પટેલ |
અસારવા |
પ્રદીપ પરમાર |
દર્શનબેન વાઘેલા |
દસ્ક્રોઈ |
બાબુ જમના પટેલ |
બાબુ જમના પટેલ |
ઠક્કરબાપા નગર |
વલ્લભ કાકડીયા |
કંચન રાદડિયા |
વેજલપુર |
કિરીટ સોલંકી |
અમિત ઠાકોર |
આમ વિધાનસભા ચૂંટણી 2022માં અમદાવાદ શહેરમાં માત્ર 3 જ ઉમેદવારો- ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ, દસક્રોઈ બાબુ પટેલ અને અમરાઈવાડીથી ડો. હસમુખ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. બાકીનાના પત્તા કપાયા છે અને 13 નવા ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે. વટવામાં 2017ના વિજેતા પ્રદીપસિંહ જાડેજા એ ચૂંટણી નહિ લડવા જાહેરાત કરી છે.