mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10%નો કર્યો વધારો, લાખો વિદ્યાર્થીઓ પર થશે અસર

ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી પ્રમાણે ફીમાં વધારો કરાયો

Updated: Oct 28th, 2023

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10%નો કર્યો વધારો, લાખો વિદ્યાર્થીઓ પર થશે અસર 1 - image


Gujarat Education Board has raised the examination fees : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારાની અસર બોર્ડના લાખો વિદ્યાર્થીઓ પર પડશે. બોર્ડ રેગ્યુલર, રીપિટર અને ખાનગી સહિતના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની ફીમાં 10 ટકા વધારો કર્યો છે.

બોર્ડે કેટેગરી પ્રમાણે ફીમાં વધારો કર્યો

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10, ધોરણ 12 સાયન્સ તેમજ કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી પ્રમાણે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 10ની ફી 355 રુપિયાથી વધારીને 399 રુપિયા કરવામાં આવી છે જ્યારે ધોરણ 12 સાયન્સમાં ફી રુપિયા 655થી વધારી રુપિયા 665 કરવામાં આવી છે અને ધોરણ 12 કોર્મસમાં નિયમિત ફી રુપિયા 490થી વધારીને રુપિયા 540 કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે જેમાં લઘુત્તમ રુપિયા 15થી 40 સુધીનો વધારો કરાયો છે.

આ તારીખે બોર્ડની પરીક્ષા લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. 

SSC બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10%નો કર્યો વધારો, લાખો વિદ્યાર્થીઓ પર થશે અસર 2 - image
HSC બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10%નો કર્યો વધારો, લાખો વિદ્યાર્થીઓ પર થશે અસર 3 - image

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10%નો કર્યો વધારો, લાખો વિદ્યાર્થીઓ પર થશે અસર 4 - image

Gujarat