Get The App

રેલવે મુસાફરો વાંચી લો: સાબરમતી-ચાંદલોડિયા સ્ટેશન પર સિગ્નલિંગની કામગીરી, અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ

Updated: Nov 30th, 2024

GS TEAM


Google News
Google News
રેલવે મુસાફરો વાંચી લો: સાબરમતી-ચાંદલોડિયા સ્ટેશન પર સિગ્નલિંગની કામગીરી, અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ 1 - image


Gujarat News: જો તમારે રેલવેમાં મુસાફરી કરવાની હોય તો આ સમાચાર તમારા માટે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ વિભાગમાં સાબરમતી (રાણીપ બાજુ), સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પર તેની અસર જોવા મળશે. જેથી, ટિકિટ બુક કરાવતાં પહેલાં ટ્રેન વિશે આ માહિતી જાણી લેજો. 

રદ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 09459 - અમદાવાદ – વિરમગામ મેમુ 1 ડિસેમ્બર 2024ના દિવસે રદ રહેશે.
  • ટ્રેન નંબર 22959 - વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 1 ડિસેમ્બર 2024ના દિવસે રદ રહેશે.
  • ટ્રેન નંબર 22960 - જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 1 ડિસેમ્બર 2024 અને 2 ડિસેમ્બર 2024ના દિવસે રદ રહેશે.

આ પણ વાંચોઃ નવસારીમાં ધર્માંતરણનો વીડિયો વાઈરલ થવાનો મામલો, ત્રણ સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 19119 - ગાંધીનગર કેપિટલ- વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ- સુરેન્દ્રનગર વચ્ચે 1 ડિસેમ્બર 2024 અને 2 ડિસેમ્બર 2024ના રોજ આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19120 - વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ 1 ડિસેમ્બર 2024ના રોજ સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચોઃ આ મહિલાઓ ડાકણ છે, રાત્રે બિલાડી અને ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે... છેવટે જાથાએ કર્યો પર્દાફાશ

ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનો

  • 1 ડિસેમ્બર 2024ના રોજ, ટ્રેન નં. 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામ થઈને તેના નિર્ધારિત રૂટને બદલે ગાંધીનગર કેપિટલ-મહેસાણા-વિરમગામ થઈને બદલાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા નહીં જાય.
  • 01.12.2024 ના રોજ, ટ્રેન નંબર 19107 ભાવનગર ટર્મિનસ -શાહિદ કેપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસ વિરમગામ-ચાંદલોડિયા-ગાંધીનગર કેપિટલ-મહેસાણા થઈને તેના નિર્ધારિત રૂટને બદલે વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને બદલાયેલા રૂટ પરથી દોડશે. આ ટ્રેન આંબલી રોડ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને નહીં જાય.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Tags :