Get The App

ગુજરાતના DGP વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું હોવાની ચર્ચા

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના DGP વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું હોવાની ચર્ચા 1 - image


Gujarat DGP News: ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી, ત્યારે છેલ્લી ઘડીએ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. ગુજરાતના વર્તમાન પોલીસ વડા (DGP) અને રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન અપાયું હોવાની અટકળો તેજ બની છે. જેની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગ દ્વારા તેમની નિવૃત્તિ બાદની વિદાયની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી.

રાજ્યના ગૃહ વિભાગમાં IPS કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) એટલે કે રાજ્યના પોલીસ વડાનો હોય છે. આજે, 30 જૂન, 2025ના રોજ, વર્તમાન DGP વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા. તેમને એક્સ્ટેન્શન નહીં મળે તો નવા DGP તરીકે કોણ આવશે તે અંગે પણ પોલીસ બેડામાં અનેક નામોની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, આ તમામ ચર્ચાઓનો હાલ તો અંત આવી ગયો હોય તેવું લાગે છે. આ નિર્ણયથી પોલીસ વિભાગમાં આગામી સમયમાં થનારા સંભવિત મોટા ફેરબદલ પણ હાલ પૂરતા ટળી ગયા છે તેવું પણ કહી શકાય. આજે સાંજે સરકાર સત્તાવાર જાહેરાત કરે ત્યાર બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે તેવું લાગી રહ્યું છે.

કોણ છે વિકાસ સહાય? 

આઇપીએસ વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે ગુજરાતમાં વિવિધ મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે, જેમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે.

Tags :