Get The App

ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ 1 - image


Crime Rate Increase: ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો થયો છે. ક્રિમિનલ કેસમાં થયેલો આ વધારો ગુજરાતમાં ગુનાખોરીના વધતા પ્રમાણને દર્શાવે છે. બીજી તરફ વર્ષ 2024ની સરખામણીએ 1 ડિસેમ્બર 2025 સુધીમાં સિવિલ કેસમાં 15 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં ગયા વર્ષે 1 ડિસેમ્બર સુધી 12,36,524 હતા અને તે 1 ડિસેમ્બર 2025 સુધી વધીને 16,08,271 થયા છે. આમ, ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ટ્રાયલ કોર્ટમાં ક્રિમિનલ કેસમાં સૌથી વધુ વધારો થયો હોય તેમાં પશ્ચિમ બંગાળ 4.33 લાખ સાથે મોખરે, ગુજરાત બીજા, મહારાષ્ટ્ર 3.37 લાખ સાથે ત્રીજા સ્થાને છે. 

ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ 2 - image

આ સ્થિતિએ એમ પણ કહી શકાય કે ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 કેસ નોંધાય છે. ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં 27 જેટલા કેસ 30-40 વર્ષથી 1 કેસ 40થી 50 વર્ષથી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશની ટ્રાયલ કોર્ટમાં 47769 કેસ 30-40 વર્ષથી ચૂકાદાની રાહમાં છે. બીજી તરફ સિવિલ કેસ 1 ડિસેમ્બર 2024 સુધી 3,54,727 હતા તે 1 ડિસેમ્બર 2025ના ઘટીને 3,39,045 થયા છે. આમ, સિવિલ કેસમાં એક વર્ષમાં 15682નો ઘટાડો થયો છે. 
ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ 3 - image

ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં 156 સિવિલ કેસ 30-40 વર્ષથી જ્યારે 6 કેસ 40-50 વર્ષથી પેન્ડિંગ છે. સમગ્ર દેશમાં 4127 સિવિલ કેસ છેલ્લા 40-50 વર્ષથી પેન્ડિંગ હોવાની વિગતો સંસદમાં સરકારે રજૂ કરી છે. 
ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ 4 - image

Tags :