Get The App

Corona cases: રાજ્યમાં આજે 9,995 નવા કેસ, વધુ 104 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 8944

Updated: May 14th, 2021

GS TEAM

Google News
Google News
Corona cases: રાજ્યમાં આજે 9,995 નવા કેસ, વધુ 104 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 8944 1 - image

ગાંધીનગર, 14 મે 2021 શુક્રવાર

ગુજરાતમાં સરકારી આંકડા જોતા કોરોનાનાં કેસ ઘટ્યા હોય તેવી પ્રતિતી થાય છે, જો કે ગાંમડાઓમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે,  આજે રાજ્યમાં કોરોનાનાં 9,995 નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, અત્યાર સુધીમાં કુલ 6,09,031 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,17,373 પર પહોંચ્યો છે. જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર અને 1,16,587 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.82 ટકા છે.  

રાજ્યમાં આજે 104 લોકોનાં મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન-9, વડોદરા-4, મહેસાણામાં 2, રાજકોટ કોર્પોરેશન 5, રાજકોટ-5, અમરેલી-2, જુનાગઢ-6, જુનાગઢ કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશમાં 6, બનાસકાંઠા-3, સુરત-4, ભાવનગર કોર્પોરેશન-3, પંચમહાલ-2, આણંદ-1, ખેડા-1, ગીર સોમનાથ-3, કચ્છ-3, જામનગર-3, સાબરકાંઠા-1, ભરૂચ-2, ગાંધીનગર-1, પાટણ-2, મહીસાગર-2, સુરેન્દ્રનગર-1, વલસાડ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-3, અમદાવાદ-1, તાપી-1 અને ડાંગમાં 1 મોતનો સમાવેશ થાય છે. 

રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમકે અમદાવાદ કોર્પોરેશનમાં 2764 , વડોદરા કોર્પોરેશન 639, સુરત કોર્પોરેશન-631, વડોદરા-429, મહેસાણામાં 338, રાજકોટ કોર્પોરેશન 116, રાજકોટ-306, અમરેલી-295, જુનાગઢ-253, જુનાગઢ કોર્પોરેશનમાં 244, જામનગર કોર્પોરેશમાં 242, બનાસકાંઠા-235, સુરત-119, પંચમહાલ-198, ભાવનગર કોર્પોરેશન-201, પંચમહાલ-198, દાહોદ-187, આણંદ-178, ખેડા-174, ખેડા-174, ગીર સોમનાથ-173, કચ્છ-170, જામનગર-151, સાબરકાંઠા-142, ભરુચ-131, ગાંધીનગર-125, પાટણ-116, મહીસાગર-111, સુરેન્દ્રનગર-109, વલસાડ-109, ભાવનગર-107, નવસારી-103, ગાંધીનગર કોર્પોરેશન-98, અરવલ્લી-95, દેવભૂમિ દ્વારકા-92, નર્મદા-67, અમદાવાદ-60, પોરબંદર-58, છોટા ઉદેપુર-41, તાપી-39, મોરબી-34, બોટાદ-19 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 9995 નવા કેસ નોંધાયા છે. 

રાજ્યમાં 33,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં માત્ર 18 થી 44 ઉમર વર્ગના નાગરિકોનું જ રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,47,51,911 કોરોના રસીનો ડોઝ લગાવવામાં આવ્યો છે.

Tags :