For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યમાં આજે કોરોનાના 27 કેસ, 35 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.75 ટકા

Updated: Jul 31st, 2021

Article Content Imageગાંધીનગર, 31 જુલાઇ 2021 શનિવાર

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે નવા 27 કેસ નોંધાયા છે. જ્યારે 35 દર્દીઓને રજા આપવામાં આવી છે. સારા સમાચાર એ છે કે રાજ્યમાં આજે પણ કોરોનાથી એક પણ મોત થયું નથી, તેથી મૃત્યુઆંક 10076 પર સ્થિર છે. હાલ કુલ 252 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 246 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,549 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ 98.75 ટકા થયો છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, અમરેલી 1, આણંદ 1, ભરૂચ 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોપોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, કચ્છ 1, નર્મદા 1, પંચમહાલ 1, રાજકોટ 1, વડોદરા 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 808 લોકોને પ્રથમ અને 5392 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 54660 લોકોને રસીનો પ્રથમ અને 38526 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 163461 લોકોને રસીનો પ્રથમ અને 45800 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 3,08,647 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,32,66,850 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

Gujarat