For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 25 કેસ, 18 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.76 ટકા

Updated: Aug 14th, 2021

ગાંધીનગર, 14 ઓગસ્ટ 2021 શનિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ હવે નિયંત્રણમાં આવી રહ્યું છે, આજે નવા ફક્ત 25 કેસ જ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓ સાજા પણ થયા છે. હાલ એક્ટિવ કુલ 185 એક્ટિવ કેસ છે. જ્યારે માત્ર 07 દર્દીઓ વેન્ટીલેટર પર છે, અને 178 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,903 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી, તેથી કુલ મૃત્યુઆંક 10,078 પર સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.76 ટકા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 4 , રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશન 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, અમદાવાદમાં 3, પોરબંદરમાં 3, સુરતમાં 2, અરવલ્લીમાં 1, ગીર સોમનાથમાં 1 નો સમાવેશ થાય છે.  

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 139 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 5046 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,28,820 નાગરિકોને રસીનો પ્રથમ અને 67,255 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,89,686 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 27,569 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. રાજ્યમાં આજે કુલ 6,18,515 રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,98,06,924 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Gujarat