Gujarat

ગુજરાતમાં કોરોનાનાં આજે 16 નવા કેસ, વૅક્સિનેશનનો કુલ આંક 4 કરોડને પાર

By GS Team
15 Aug 20211 min read
This article was originally published on 15 Aug 2021
ગુજરાતમાં કોરોનાનાં આજે 16 નવા કેસ, વૅક્સિનેશનનો કુલ આંક 4 કરોડને પાર

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2021 રવિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ ધીરે-ધીરે ઘટી રહ્યું અને આ સાથે જ બીજી લહેર પણ વિદાય લેતી જણાય છે, આજે કોરોનાનાં 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત નથી થયું. તેથી કુલ મૃત્યુઆંક 10078 પર સ્થિર છે. આજે 18 દર્દીઓને રજા આપવામાં આવી છે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,14,921 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે, અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત જોઇએ તો આજે વડોદરા શહેરમાંથી સૌથી વધુ 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, જૂનાગઢ  કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. 

રાજ્યનાં કેટલાક જિલ્લાઓ એવા પણ છે, જ્યાં આજે એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે  વિગતો જોઈએ તો, આજે રાજ્યમાં 3,73,162 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વૅક્સિનેશનનો કુલ આંકડો 4 કરોડને વટાવી ગયો છે.