રાજ્યમાં કોરોના સંકટ ભયાવહ, આજે 1407 પોઝિટિવ કેસ, 17 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 3322
ગાંધીનગર, 20 સપ્ટેમ્બર 2020 રવિવાર
ગુજરાતમાં કોરોના સંકટ ભયાવહ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રાજ્યમાં આજે 1407 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં વધુ 17 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 3322એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે રાજ્યમાં કુલ 60,687 ટેસ્ટ કરવામાં. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.14% ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનો આંક આ પ્રમાણે છે જેમાં, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, ગાંધીનગર 3, ભાવનગર કોર્પોરેશન 2, ભાવનગર 1, જુનાગઢ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે કુલ 17 લોકોના મોત નિપજ્યા છે.
કોરોનાનાં સંક્રમણ પર એક નજર કરીએતો આજે સુરત કોર્પોરેશન 181, અમદાવાદ કોર્પોરેશન 161, જામનગર કોર્પોરેશન 105, રાજકોટ કોર્પોરેશન 104, સુરત 102, વડોદરા કોર્પોરેશન 98, રાજકોટ 60, મહેસાણા 53, વડોદરા 42, કચ્છ 35, પંચમહાલ 29, ભાવનગર કોર્પોરેશન 28, બનાસકાંઠા 27, અમરેલી 24, જામનગર 24, ગાંધીનગર 23, અમદાવાદ 22, ભરૂચ 22, ભાવનગર 22, પાટણ 22, ગાંધીનગર કોર્પોરેશન 21, સુરેન્દ્રનગર 20, જુનાગઢ 19, મોરબી 19, જુનાગઢ કોર્પોરેશન 18, સાબરકાંઠા 17, ખેડા 14, દાહોદ 13, ગીર સોમનાથ 13, દેવભૂમિ દ્વારકા 11, આણંદ 10, નવસારી 7, બોટાદ 6, મહીસાગર 6, પોરબંદર 6, તાપી 6, નર્મદા 5, વલસાડ 5, અરવલ્લી 4, છોટા ઉદેપુર 3, કેસો મળી કુલ 1407 કેસો મળ્યા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,16,817 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,16,399 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 418 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16240 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 16148 લોકો સ્ટેબલ છે. 103775 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,16,817 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,16,399 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 418 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.