Gujarat

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય છે

By GS TEAM
10 Nov 20253 mins read
TukuTouch Logo
કોઇપણ સાધનનો કેટલા પ્રમાણમાં અને કયા હેતુથી ઉપયોગ કરવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. ન્યૂક્લિયરથી વિદ્યુતશક્તિનું ઉત્પાદન થાય છે અને તેનાથી વિનાશકારી બોમ્બ પણ બને છે. આ જ રીતે મોર્ફિન બરબાદી તરફ ધકેલતું ડ્રગ્સ પણ છે અને તેનો ઉપયોગ કેન્સરના છેલ્લા સ્ટેજમાં અસહ્ય પીડાનો સામનો કરી રહેલા દર્દીને થોડો સમય રાહત મળે તેના માટે ‘પેઇનકિલર’ તરીકે પણ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય છે

Morphine Use in Civil Hospital: કોઇપણ સાધનનો કેટલા પ્રમાણમાં અને કયા હેતુથી ઉપયોગ કરવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. ન્યૂક્લિયરથી વિદ્યુતશક્તિનું ઉત્પાદન થાય છે અને તેનાથી વિનાશકારી બોમ્બ પણ બને છે. આ જ રીતે મોર્ફિન બરબાદી તરફ ધકેલતું ડ્રગ્સ પણ છે અને તેનો ઉપયોગ કેન્સરના છેલ્લા સ્ટેજમાં અસહ્ય પીડાનો સામનો કરી રહેલા દર્દીને થોડો સમય રાહત મળે તેના માટે ‘પેઇનકિલર’ તરીકે પણ થાય છે.

દુઃખાવાની તીવ્રતાના આધારે ડોઝ વધારવામાં આવે છે

દેશની અનેક કેન્સર હોસ્પિટલોમાં કેન્સર-એઇડ્‌સના દર્દી માટે પીડા જ્યારે અસહ્ય બની જાય ત્યારે તેને મોર્ફિનની ગોળી આપવામાં આવે છે. અમદાવાદની સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોર્ફિન ટેબલેટ ઘણાં વર્ષોથી ઉપલબ્ધ હતી. પરંતુ છેલ્લા દસ વર્ષથી એકધારી મોર્ફિંન મળી રહે છે. લાંબા સમયના રોગ જેવા કે કેન્સર, કિડની, મગજ તેમ જ લીવર ના લીધે થતાં થતાં અસહ્ય દુઃખાવામાં જ્યારે સામાન્ય દુ:ખાવાની (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સ્ટેપ લેડર)ના શરૂઆતના સ્ટેપ્સની દવાઓ કામ ના કરે ત્યારે મોર્ફિનની ગોળી આપવામાં આવે છે. 

નાર્કોટિક્સ એ સ્ટેપ લેડરના ત્રીજા સ્ટેપમાં આવે છે. જે 5 મિલિગ્રામ જેવા ઓછા ડોઝથી શરૂ કરીને દુ:ખાવાની તીવ્રતાના આધારે વધારવામાં આવે છે. આ ગોળીની મુખ્ય આડઅસરો ઉલ્ટી/ ઊબકા , ઘેન ( સામાન્ય કરતાં વધુ ઊંઘ આવવી) , કબજિયાત છે. આ અસરોનું 2-3 દિવસમા નિયંત્રણ આવી જાય છે. પરંતુ કબજિયાતની ફરજિયાત પણે ગોળી/ અન્ય લેક્સેટિવ્સ આપવામાં આવે છે.

જીસીઆરઆઇનાં પ્રોફેસર-હેડ ડો. પ્રીતિ સંઘવીએએ જણાવ્યું કે, 'નાર્કોટિક દવાઓના વપરાશ તથા સ્ટોરેજ માટે ઈન્સ્ટિટ્યુટે રિકોગ્નાઇઝ્‌ડ મેડિકલ ઈન્સ્ટિટ્યુટેશન (આરએમઆઇ)નું સ્ટેટસ લેવું જરૂરી છે. આરએમઆઇ સ્ટેટસ માટે દરેક હોસ્પિટલમાં એક રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનરની જરૂર પડે છે. એનડીપીએસ એક્ટ અનુસાર મેડિકલ યુઝ ઓફ એસેન્સિયલ નાર્કોટિક ડ્રગ અથવા પેલિયેટિવ કેરની તાલીમ પામેલા ડોક્ટર જ રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર બની શકે છે.' 


આ દવાનો કેટલો ડોઝ અપાય છે?

જીસીઆરઆઈમાં મોર્ફિન, મિથાડોન અને ફેંટાનિલ ઉપલબ્ધ છે. જેમાં મોર્ફિનની ૧૦મિલી.ગ્રામ અને ૩૦મિલી.ગ્રામની ગોળી,તેમજ તાત્કાલિક દર્દમાં રાહત માટે મોર્ફિન ઈંજેક્શન પણ રાખવામા આવે છે. મિથાડોન ની ગોળી તેમજ સિરપ ઉપલબ્ધ છે. તેમજ ફેંટાનિલનો પેચ (સ્ટિકર) ત્રણ પ્રકારના ડોઝ (12.5,25,50 માઈક્રોગ્રામ)માં ઉપલબ્ધ છે, જે એકવાર લગાવ્યા પછી 72 કલાક સુધી દુ:ખવામાં રાહત આપે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઓવર સ્પીડને કારણે સર્જાઈ રહ્યા છે અકસ્માત, દરરોજ 20 લોકો હોસ્પિટલ ભેગા

નાર્કોટિક્સ મેડિસિન એટલે શું?

એસેન્શિયલનાર્કોટિક ડ્રગ્સમાં મોર્ફિન, મિથાડોન અને ફેંટાનિલ, કોડેન, ઓકસીકોડેન અને હાઈડ્રોકોડેનનો સમાવેશ થાય છે. જેમાંથી મોર્ફિન, મિથાડોન અને ફેંટાનિલ સિવિલની કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ દવાઓ કાયદાકીય નિયંત્રણ હેઠળ રાખવામા આવે છે, કારણ કે આ દવાઓનો અનિયંત્રિત ઉપયોગ તેની આડઅસરો વધારી શકે છે.

નાર્કોટિક્સની કિમત કેટલી છે? જથ્થો કેટલો વપરાય છે?

જીસીઆરઆઈમાં છેલ્લા ચાર વર્ષમાં દર વર્ષે લગભગ સાડા-ત્રણ લાખથી વધુ મોર્ફિનની ગોળીઓનો વપરાશ થયો છે. ટેબલેટ મોર્ફિંન જુદા જુદા માત્રામાં (10 મિ. ગ્રામ અને 30 મિ. ગ્રામ) મળે છે. જેની કિંમત 1.50 થી 4.50 રૂપિયા છે.