ગુજરાત બજેટ 2022-23 : કમલમ્ માટે પણ કરી સરકારે 10 કરોડની ફાળવણી
ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર
ઈતિહાસના સૌથી મોટા બજેટમાં ગુજરાત સરકારે આજે કમલમ્ માટે પણ અલગ ફાળવણી કરી છે.
અંદાજપત્રમાં બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૩૬૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા રૂ. ૧૦ કરોડની જોગવાઇ કરાઈ છે. કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જોગવાઇ રૂ. ૭ કરોડ ફાળવાયા છે.
અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે જોગવાઇ રૂ. ૭ કરોડ.
સૌથી મહત્વની વાત એ છે કે કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે રૂ. ૧૦ કરોડની પણ જોગવાઇ કરવામાં આવી છે.