ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર
- રાજ્યના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન 100% રિઝલ્ટ
- રાજ્યમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એ ગ્રેડ મેળવવામાં રાજકોટ અગ્રેસર
- સમગ્ર રાજ્યમાં 691 વિદ્યાર્થીઓને a1 ગ્રેડ રાજકોટના 231 વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં પાસ
રાજકોટ શનિવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10 ધોરણ 12 સાયન્સ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ માસ પ્રમોશન દ્વારા તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે કોરોના ના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવતા તમામ વિદ્યાર્થીઓ નું પરિણામ ૧૦૦ ટકા જાહેર થયું છે રાજ્યના 400127 વિદ્યાર્થીઓ પાસ જાહેર કરવામાં આવ્યા છે.
આજે સવારે આઠ વાગ્યે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઈટ ઉપર તમામ વિદ્યાર્થીઓ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં એ ગ્રેડ મેળવવામાં ૬૯૧ વિદ્યાર્થીઓ રાજ્યમાં સફળ થયા છે તે પૈકી રાજકોટના 231 વિદ્યાર્થીઓને a1 ગ્રેડ મળ્યો છેરાજયભરમાં સૌથી વધુ a 1 ગ્રેડમેળવવામાં રાજકોટ ના વિદ્યાર્થીઓ સફળ રહ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે સુરત જિલ્લાના 187 વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ થયા છે.
કોરોના ના કારણે સમગ્ર રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓ ની પરીક્ષાનું ટાઈમટેબલ અસ્તવ્યસ્ત થયું છે પરિણામે બોર્ડની પરીક્ષાના તમામ પરિણામો જાહેર કરવામાં મોડું થયું છે અલબત્ત દરેક પરીક્ષાર્થીઓને આ વખતે પ્રમોશન આપવામાં આવ્યું છે જે પૈકી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર થયું હતું તેમાં એવન ગ્રેડમાંસૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ રાજકોટના ઉત્તીર્ણ થયા છે જૂનાગઢમાં 31 જામનગરમાં 16 મોરબી જિલ્લામાં ૧૫ ત્યારે અમરેલીમાં 8 સુરેન્દ્રનગર માં 15 પોરબંદરમાં 4 ગીર સોમનાથ જિલ્લામાં પાંચ દેવભૂમિ દ્વારકામાં એક વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ થાય છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ ગુજરાતી મીડીયમ ના 565 જ્યારે ઈંગ્લીશ મીડિયમના 115 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવી શક્યા છે. આજે બોર્ડની વેબસાઈટ ઉપર દરેક વિદ્યાર્થીઓ પોતાના બેઠક ક્રમાંક અપલોડ કરીને પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શક્યા હતા.