Gujarat

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

By GS TEAM
26 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજ (26મી ફેબ્રુઆરી)થી રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. તંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

Gujarat Board Exams: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજ (26મી ફેબ્રુઆરી)થી રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. તંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપશે

આ વર્ષે  ગુજરાતમાં ધોરણ-10ના 9.07 લાખથી વધુ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5.01 લાખથી વધુ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ અને ગુજકેટના વિદ્યાર્થીઓ મળી રાજ્યભરના કુલ 16.63 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ  વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપવાના છે. પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવી છે. તેમજ ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્ર અને ધોરણ 12માં કુલ 695 કેન્દ્ર છે જેમાંથી સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં EDએ 'અનસ ગ્રુપ' સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા

પરીક્ષાર્થી ક્યાંય અટવાય તો પોલીસ તેને કેન્દ્ર પર પહોંચાડી દેશે

વિદ્યાર્થીઓને કોઇપણ સમસ્યા સંબંધમાં માર્ગદર્શન અને મદદ માટે બુધવારથી જ જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. ત્યારે કોઇ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર મળતું ન હોય કે વાહન બગડવા સહિત કોઇ સમસ્યા આવી હોય તો કંટ્રોલરૂમના નંબર 079 232 20314 પર જાણ કરશે તો તે બાળકને પોલીસ દ્વારા નિયત પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવ્યાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.

હેલ્પલાઇન પરથી વિદ્યાર્થીને માર્ગદર્શન મળશે

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ કે પરીક્ષાની કામગીરીના કર્મચારીને માર્ગદર્શન આપવા માટે જિલ્લાના કંટ્રોલરૂમ પર ફોન નંબર 079 232 20314 પર સંપર્ક કરી શકાશે. જે જાહેર રજાઓ સહિત સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ઉપરાંત રાજ્ય કક્ષાએ હેલ્પ લાઇન નંબર 18002335500 આપવામાં આવ્યો છે. તમામ દિવસોમાં સવારે10થી સાજે 6:30 સુધી કાર્યરત રહેશે.