Get The App

ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક

Updated: Mar 21st, 2025

GS TEAM


Google News
Google News
gujarat board exams


Gujarat Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સમાં શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. આ સિવાય પ્રોવિઝનલ આન્સર કીની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂકને મંજૂરી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દરખાસ્તને કાયમ રાખી

આ વિષયમાં ગ્રેસિંગ અપાયું

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાને થોડો જ સમય પસાર થયો છે. ત્યારે એક મહત્ત્વની માહિતી સામે આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના ગણિત, કેમેસ્ટ્રી વિષયમાં ગ્રેસ માર્ક આપવાની જાહેરાત કરવામાં આવી છે. બંને વિષયમાં 1-1 માર્ક ગ્રેસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ

ગણિત અને કેમેસ્ટ્રીમાં એક પ્રશ્ન ખોટો હતો

શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, ગણિતમાં ગુજરાતી માધ્યમમાં એક પ્રશ્ન ખોટો હોવાના કારણએ 1 માર્ક ગ્રેસ કરવામાં આવ્યો છે. તેમજ કેમેસ્ટ્રીમાં હિન્દી માધ્યમમાં પણ એક પ્રશ્ન ખોટો હોવાના કારણે 1 માર્ક ગ્રેસ કરવામાં આવ્યો છે. 

Tags :