આજે ધો.12નું પરિણામ,શહેર અને જિલ્લાના 25000 વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે
વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા.૫ મે, સોમવારે સવારે ૧૦-૩૦ વાગ્યે જાહેર કરવામાં આવશે.વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરીને પરિણામ મેળવી શકશે.વોટસએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ બેઠક નંબર મોકલીને પરિણામ જાણી શકાશે.
વડોદરા શહેરના સામાન્ય પ્રવાહના અને વિજ્ઞાાન પ્રવાહના ૨૫૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરિણામના આધારે નક્કી થશે.
આ વખતે બોર્ડ પરીક્ષા ફેબુ્રઆરી મહિનામાં લેવાઈ હોવાથી પરિણામ વહેલું આવશે તેવું અનુમાન થઈ રહ્યું હતું.પરંતુ બોર્ડ દ્વારા નીટ પરીક્ષા લેવાયા બાદ પરિણામ જાહેર કરવાનું નક્કી કરાયું હતું.