Get The App

વહેલી સવારથી મોડી રાત્રી સુધી સી.આર. પાટીલના વિશ્વાસુના હોટલમાં ધામા

Updated: Jun 22nd, 2022

GS TEAM

Google News
Google News
વહેલી સવારથી મોડી રાત્રી સુધી સી.આર. પાટીલના વિશ્વાસુના હોટલમાં ધામા 1 - image


- પાલિકાના કેટલાક પદાધિકારીઓ અને સી.આર. ગ્રુપના કોર્પોરેટર-હોદ્દેદારોની હોટલમાં સતત હાજરી

પ્રતિનિધિ દ્વારા, સુરત, બુધવાર

સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્ર સરકાર માટે ઓપરેશન કમળને ગુજરાત ભાજપે સફળ બનાવ્યું છે. આ ઓપરેશન સફળ બનાવવા તથા ગુપ્તતા રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સુરતમાં તેમના વિશ્વાસુને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. જેના કારણે યોગનો કાર્યક્રમ પુરો કર્યા બાદ સી.આર. પાટીલના નજીકના પદાધિકારી-કોર્પોરેટરો અને હોદ્દેદારોએ શિવસેનાના ધારાસભ્યો રોકાયા હતા તે હોટલમાં ધામા નાખ્યા હતા.  

શરૂઆતમાં ભાજપે ભલે આ ઓપરેશનથી હાથ ઉંચા કર્યા હતા પરંતુ સોમવારે મોડી રાત્રે અને મંગળવારે વહેલી સવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હોટલમાં હાજરી ઘણું બધું કહી જતી હતી. સુરતના એરપોર્ટ આઈકોનીક રોડ ખાતે પાલિકાનો યોગનો મહત્વનો કાર્યક્રમ હતો તેમાં સુરત પાલિકાના શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને નગર સેવક દિનેશ પુરોહિત હતા. યોગ કાર્યક્રમ શરૂ થયો અને થોડી જ વારમાં આ નેતાઓ યોગ સ્થળેથી નિકળી ગયા હતા.  

વહેલી સવારથી મોડી રાત્રી સુધી સી.આર. પાટીલના વિશ્વાસુના હોટલમાં ધામા 2 - image

બપોર બાદ ખબર પડી કે સી.આર. પાટીલના અત્યંત વિશ્વાસુ ગણાતા આ નેતાઓ સાથે કેટલાક હોદ્દેદારો શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના નેતાઓએ મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા તે હોટલમાં ધામા નાખ્યા હતા. એટલું જ નહીં  પરંતુ 2-20 વાગ્યે બળવાખોર ધારાસભ્યોને એર લિફ્ટ કરવા માટે એરપોર્ટ પર લઈ જવાયા ત્યારે પણ તેમની હાજરી હતી. એરપોર્ટ પર તમામ બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા અને એરપોર્ટ અંદર ગયા ત્યાર બાદ જ પાટીલના વિશ્વાસુઓએ એરપોર્ટ પ્રીમાઈસીસ છોડી હતી. 

Tags :