ગુજરાતમાં દર મિનિટે સરેરાશ બે બાળકોનો જન્મ, સૌથી વધુ જન્મ અને મૃત્યુમાં અમદાવાદ મોખરે
AI Image |
Child Birth and Death Rate in Gujarat: ગુજરાતમાં એક વર્ષમાં 4.88 લાખ મૃત્યુ જ્યારે 11.26 લાખ બાળકોના જન્મ થયા છે. 365 દિવસમાં 5,25,666 મિનિટ હોય છે અને તે હિસાબે પ્રતિ મિનિટે સરેરાશ બે બાળકો ગુજરાતમાં જન્મે છે. એક વર્ષમાં સૌથી વધુ મૃત્યુ અને જન્મ મામલે અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદમાંથી એક વર્ષમાં 65416ના મૃત્યુ જ્યારે 1.24 લાખ બાળકોનો જન્મ થયો હતો.
સૌથી વધુ જન્મ અને મૃત્યુમાં અમદાવાદ જિલ્લો મોખરે
સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા વર્ષ 2622માં જન્મેલા અને મૃત્યુ પામેલાની નોંધણીને આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પ્રમાણે ગુજરાતમાં એક વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં 1.59 લાખ બાળક-1.49 લાખ બાળકીઓ એમ કુલ 3.68 લાખ જ્યારે શહેરીમાં 4.36 લાખ બાળક-3.87 લાખ બાળકી એમ કુલ 8.17 લાક બાળકોનો જન્મ થયો છે. આમ, દીકરીઓ કરતાં દિકરાઓના જન્મનું પ્રમાણ ઘણું ઓછું છે. આ ઉપરાંત ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારમાં બાળકોના જન્મનું પ્રમાણ વધારે છે.
સૌથી વધુ જન્મમાં અમદાવાદ બાદ સુરત 98 હજાર સાથે બીજા, બનાસકાંઠા 76 હજાર સાથે ત્રીજા, દાહોદ ચોથા અને રાજકોટ પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં જે બાળકો જન્મ્યા છે તેમાંથી 7447 બાળક-5118 બાળકીઓ 1 વર્ષથી ઓછી વયમાં જ અવસાન પામે છે. મૃત્યુની જ વાત કરવામાં આવે તો 76થી વધુ વયે સૌથી વધુ 1.93 લાખ, 55થી 64ની વયે 85155, 45થી 54ની વયે 66629ના મૃત્યુ થયા છે. 14 વર્ષથી ઓછી વયમાં કુલ 19968ના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. કુલ મૃત્યુમાં 2.93 લાખ પુરુષ અને 1.94 લાખ મહિલાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: દુનિયામાં સૌથી વધુ ઝડપે મુસ્લિમોની વસતી વધી, હિન્દુ-ખ્રિસ્તીઓ પણ પાછળ રહી ગયા: પ્યૂ રિસર્ચ