Gujarat Election Results : જાણો તમામ 182 બેઠકોનું પરિણામ, ભાજપે સૌ કોઈને ચોંકાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો
અત્યાર સુધીમાં ભાજપ-152 બેઠકો, કોંગ્રેસ-9 બેઠકો, આપ-7 બેઠકો પર આગળ
અમદાવાદ,તા.08 ડિસેમ્બર-2022, ગુરુવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ચાલી રહ્યું છે, જેમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ભાજપે રેકોર્ડ બ્રેક સૌથી વધુ 152 બેઠકો પર આગળ છે, તો કોંગ્રેસે 19 બેઠકો, આપ 07 બેઠકો અને અપક્ષ 04 બેઠકો પર આગળ છે. આજે રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી થઈ હતી, જેમાં શરૂઆતના વલણોમાં ભારત સતત આગળ ચાલી રહ્યું હતું. દરમિયાન આજે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ ગયું છે, જેમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. તો જોઈએ ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારોની પરિણામ...
સરકાર બનાવવા કેટલી બેઠકોની જરૂર
ગુજરાતમાં સરકાર બનાવવા માટે 92 સીટોની જરૂર હોય છે. રાજ્યમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જ્યારે 2 બેઠકો BTPને અને 3 અપક્ષને મળી હતી. રાજ્યમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે પણ પીએમ મોદી અને અમિત શાહે રેકોર્ડ બનાવવા મતદારોને રિઝવવા માટે ચૂંટણીમાં તમામ પ્રયાસો લગાવી દીધા હતા.