Get The App

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા 1 - image


Gujarat Assembly Budget Session 2026: ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના બજેટ સત્રની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ 2026-27નું અંદાજ પત્ર રજૂ કરશે.

બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો

આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે, જે 25 માર્ચ સુધી ચાલશે. આ સત્રની શરુઆત રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવશે. સત્ર દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. આગામી બજેટમાં મહત્ત્વના કાયદાકીય ફેરફારો થવાની પણ શક્યતાઓ છે.

• કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ

• કામકાજના દિવસો: 23 દિવસ

• સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે

• કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા 2 - image

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા 3 - image

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા 4 - image

આ સત્રમાં શું ખાસ હશે?

• નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.

• સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન 'યુનિફોર્મ સિવિલ કોડ' સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.

• કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

બજેટનું કદ: 15% ના વધારા સાથે 3.90 લાખ કરોડનું અનુમાન

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

આ પણ વાંચો: ગણતંત્ર દિવસ 2026: અમદાવાદની NIDએ રાષ્ટ્રપતિ ભવનના મહેમાનો માટે તૈયાર કર્યા ખાસ કાર્ડ, 350 કલાકારોની અજોડ હસ્તકલા

કેબિનેટ બેઠકમાં સમીક્ષા

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વર્તમાન બજેટના ખર્ચ અને નવી બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ પર આ વખતે વધુ ભાર મૂકવામાં આવે તેવી આશા છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં શરુ થનારા આ સત્ર પર હવે સમગ્ર રાજ્યની જનતાની મીટ મંડાયેલી છે.