Get The App

સમૃદ્ધ ગુજરાતનો દેખાડો! અંત્યોદય રેશન કાર્ડની સંખ્યામાં 33000નો ઘટાડો નોંધાયો

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
સમૃદ્ધ ગુજરાતનો દેખાડો! અંત્યોદય રેશન કાર્ડની સંખ્યામાં 33000નો ઘટાડો નોંધાયો 1 - image


National Food Security Act : અત્યાર સુધી હજારો કીલો  મફત અનાજ વિતરણ કરી ભાજપ સરકારે વાહવાહી મેળવી લીધી. હવે  જ્યારે કેન્દ્ર સરકારે જ પોલ ખોલી છેકે,  ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે ત્યારે રાજ્ય અન્ન પુરવઠા વિભાગે 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ રદ કરવા કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત એક બાજુ, ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યા વધી રહી છે ત્યા રે બીજી બાજુ, 35 કિલો મફત અનાજ લેનારાં પરિવારોની સંખ્યા ઘટી હોવાનો ખુલાસો થયો છે. ટૂંકમાં, સમૃદ્ધ ગુજરાતનો દેખાડો કરવા સરકારે ધમપછાડાં કર્યાં છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં અંત્યોદય કાર્ડની સંખ્યામાં ય 33 હજારનો ઘટાડો થયો છે. 

દર વર્ષે દસેક હજાર અંત્યોદય કાર્ડ રદ કરી સરકારે વાહવાહી મેળવી

સામાન્ય રીતે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને અંત્યોદય કાર્ડ હેઠળ 35 કિલો ઘઉં,ચોખા સહિત અન્ય અનાજ વિનામુલ્યે આપવામાં આવે છે. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2021માં 8.10 લાખ અંત્યોદય કાર્ડ હેઠળ ગરીબ પરિવારોને વિનામુલ્યે અનાજ આપવામાં આવતુ હતુ જ્યારે વર્ષ 2025માં વિનામુલ્યે અનાજ લેનારા  કાર્ડધારકોની સંખ્યા 7.77 લાખ થઇ ગઇ છે. છેલ્લાં પાંચેક વર્ષમાં અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યામાં 33 હજારનો નોંધપાત્ર ઘટાડો થયો છે. 

હવે એક તરફ, ગુજરાતમાં ગામડાઓમાં ગરીબ પરિવારોની સંખ્યા 75.35 લાખ છે જ્યારે શહેરી વિસ્તારોમાં 26.88 લાખ ગરીબ પરિવારો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં વિકાસના ગાણાં ગવાઇ રહ્યાં છે ત્યારે ગરીબીનું બિહામણુ ચિત્ર ઉપસ્યુ છે. ગરીબ પરિવારોની સંખ્યા વધી રહી છે ત્યારે 35 કિલો અનાજ લેનારાં ઘટી રહ્યાં છે તે વાત ગળે ઉતરે તેમ નથી. અત્યારે તો રાજ્ય સરકાર વિકસીત ગુજરાતમાં ગરીબી દૂર થઇ છે, ગરીબોની સંખ્યા ઘટી છે તે પ્રસ્થાપિત કરવા ધમપછાડાં કરી રહી હોય તેમ લાગી રહ્યુ છે. 

વાસ્તવમાં ખુદ રાજ્ય સરકારે જ વિધાનસભામાં કબૂલ્યુ છેકે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારોનો વધારો થયો છે. રાજ્યમાં પંચમહાલ, જૂનાગઢ, દાહોદ, બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠામાં ગરીબ પરિવારોની સંખ્યા  વઘુ છે. સરકારે ભલે ડીંગો હાંકે અને આંકડાની માયાજાળ રચે પણ કડવી વાસ્તવિકતા એછેકે, ગુજરાતમાં ગરીબી દૂર કરવામાં સરકારને સફળતા મળી શકી નથી. 

ગરીબોને ચોમાસામાં ચોખામાં કાપ મૂકી બે કિલો બાજરી પકડાવી દેવાશે

નેશનલ ફુડ  સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લીધેલા કાર્ડધારકોને ઘઉ-ચોખા આપવામાં આવે છે ત્યારે આ વખતે રાજ્ય અન્ન પુરવઠા વિભાગે એનએફએસએ કાર્ડધારકોને બે કિલો નહી, એક કિલો ચોખા આપવામાં આવશે. ચોખામાં કાપ મૂકીને કાર્ડધારકોને બે કિલો બાજરી અપાશે. કાર્ડધારકોનું કહેવુ છેકે, ગુજરાતીઓ મોટાભાગે શિયાળામાં બાજરીનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે ચોમાસામાં બાજરી અપાતાં કચવાટ ઉભો થયો છે કેંમકે, ગરીબ પરિવારો ઘઉ-ચોખાનો જ વઘુ ઉપયોગ કરે છે. 

 

Tags :