ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતાનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ
Karshandas Bhadarka Resignation : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતાએ અચાનક રાજીનામું આપ્યું છે. AAPના નેતા કરશનદાસ ભાદરકાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું સોંપ્યું છે, ત્યારે જાણો શું આપ્યું કારણ...
AAPના નેતા કરશનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, 'મારી તબિયતને લઈને ડોક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે, માટે હું મારા બધા હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. '