આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા
Chetan Raval Resignation : આમ આદમી પાર્ટીના અગ્રણી અને અમદાવાદના દિગ્ગજ નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. અંગત કારણોસર તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે.
ચેતન રાવલ હાલમાં ગોવા AAPના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમના રાજીનામાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચેતન રાવલ અગાઉ કોંગ્રેસના નેતા હતા અને તેમણે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો.
હવે એવી અટકળો ચાલી રહી છે કે, આગામી દિવસોમાં ચેતન રાવલ ફરીથી કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી શકે છે. તેમના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ સર્જાશે.